અમારી રજૂઆતોનો જવાબો મળતા નથી, આવા મેળાવડા કરીને કોઈ કોરોના સંક્રમિત કોઈ થશે તો જવાબદાર કોણ, નગરપાલિકા આપના દ્વારે નહિ પાલિકાના દ્વારમાં આવેલા પ્રશ્નો પહેલા ઉકેલો : નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમમાં કોંગ્રેસનો દેકારો


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા દ્વારા નગરપાલિકા આપને દ્વારે કાર્યક્રમની શરૂઆત થઈ છે જોકે સમગ્ર શહેરમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈ મોટી સળગતી સમસ્યાઓનો પાર નથી નળ ગટર પાણીની મુખ્ય સમસ્યાઓથી પ્રજા ઘેરાયેલી છે જેની વચ્ચે નગરપાલિકા દ્વારા નગરપાલિકા આપને દ્વારે કાર્યક્રમમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ કાર્યક્રમ સ્થળે પોહચી જઈને ભારે દેકારો મચાવ્યો હતો કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ અને ચીફઓફિસર દવે વચ્ચે કેમેરાની આખે રીતસર જામી પડી હતી કોંગ્રેસની રજૂઆતોમાં રિતરસ આક્રોશ દેખાતો હતો પ્રજાની વાતની સમસ્યા જણાતી હતી કોંગ્રેસ દ્વારા કેટલીક બાબતો કેમેરાની આખ સામે ચીફ ઓફિસરને કેવાઈ હતી.

તે ચોકાવનારી હતી કોંગ્રેસનું કહેવું હતું કે અમે કરેલી રજૂઆતોના એક પણ જવાબો અમને મળતા નથી અહીં કાર્યક્રમમાં પૈસાઓ ઉઘરાવવા માટેના કાઉન્ટરો ખોલવામાં આવ્યા છે આ મહામારીમાં આ કાર્યક્રમો કરવા કેટલા યોગ્ય કોઈ સંક્રમિત થશે તો જવાબદાર કોણ તમામ મુદ્દાઓને લઈ કોંગ્રેસ ભારે આક્રમક દેખાતી હતી તમામ રજૂઆતોમાં દમ હતો એક સમયે જયદીપસિંહ ચીફ ઓફિસર વચ્ચે બરાબરની જામી પડી હતી કોંગ્રેસ દ્વારા કહેવાયું છે ભાજપમાં અંદરો-અંદર ડખ્ખો છે તે મુદ્દાઓને પ્રજાની વચ્ચેથી ડાયવર્ટ કરવા આવા કાર્યક્રમના તાયફાઓ કરે છે કોંગ્રેસ દ્વારા ૪૦ થી વધુ મુદ્દાઓ અને સમસ્યાઓના નિરાકરણ લાવવા કોંગ્રેસ દ્વારા રજુઆત કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here