આજે ફરી ફુલહાર થયા અને પેંડાઓ વહેંચાયા, જિલ્લા ભાજપના આગેવાનોની મધ્યસ્થી બાદ ચતુરભાઈને મનાવી લેવાયા, આજે ફરી ઉ.પ્રમુખપદ માટેનો હોદ્દો ગ્રહણ કર્યો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા વોર્ડ નં ૨ના નગરસેવક અને કોળી સમાજના આગેવાન ચતુરભાઈ રાઠોડની આખરે દૂર થઈ છે અને સમગ્ર મામલે ઘીના ઠામ ઘી પડ્યું છે સિહોર નગરપાલિકામાં પ્રમુખપદની ચૂંટણી બાદ ભારે નારાજગી સામે આવી હતી પ્રમુખપદે વિક્રમભાઈ નકુમનું નામ જાહેર થતાની સાથે થોડી ક્ષણોમાં ચતુરભાઈ દ્વારા રાજીનામું આપી દેવાયું હતું સુત્રોનું કહેવું છે કે ચતુરભાઈ રાઠોડને પ્રમુખપદ માટે વચન આપવામાં આવ્યું હતું જોકે છેલ્લે પ્રમુખપદ માટે વિક્રમભાઈ નકુમનું નામ જાહેર થતા ચતુરભાઈની નારાજગી સામે આવી હતી જેઓએ તરતજ રાજીનામું ધરી દીધું હતું.

પ્રમુખપદની જાહેરાત બાદ ચતુરભાઈની સાથે અન્ય નગરસેવકોની પણ નારાજગી જોવા મળતી હતી એક સમયે ચતુરભાઈના રાજીનામાને સિહોરના રાજકારણમાં ભારે ઉથલ – પાથલ સર્જાઈ તેવી સ્થિતિ હતી કારણકે સ્થાનિક શેત્રે ચતુરભાઈ રાઠોડ અને પરિવારનું ખૂબ વર્ચસ્વ રહ્યું છે ચતુરભાઈની નારાજગીને લઈ કોળી સમાજની બેઠકો પણ થઈ હતી જોકે આખરે ચતુરભાઈને મનાવી જિલ્લા ભાજપના આગેવાનોએ મધ્યથી કરીને મામલો થાળે પાડ્યો છે અને જેઓને મનાવી લેવામાં આખરે આગેવાનો સફળ રહ્યા છે.

જેમણે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે અને આજે ફરી સિહોર નગરપાલિકાના ઉ.પ્રમુખ તરીકે ચતુરભાઈ રાઠોડે તમામ નગરસેવકો અને જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં ફરી હોદ્દો ગ્રહણ કર્યો છે અને અટલ ભવનમાં ફરી ચતુરભાઈને ફૂલહાર કરી પેંડાઓ વહેંચી મોઢા મીઠા કરાવી ઉપ્રમુખ પદની ખુરશી પર બીરાજવામાં આવ્યા હતા આખરે કહી શકાય કે ઘીનાં ઠામમાં ઘી પડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here