સૂર-તાલના સાધનોની સિઝન ટાણે જ વધ્યું કોરોનાનું સંક્રમણ, દાંડિયારાસની પ્રેક્ટિસ પહેલાં તબલા-ઢોલક રીપેર કરાવવા થતી પડાપડી આ વર્ષે અદ્રશ્ય

દેવરાજ બુધેલીયા
”નવરાત્રિની સિઝન વાજીંત્ર બજાર માટે આખા વર્ષનું મહત્ત્વ રહેલું છે રાસ-ગરબાની રમઝટ શરૂ થાય તે પહેલાં તબલા-ઢોલક-માંજીરા અને ખંજરી ખરીદવા લોકો વાજીંત્ર બજારમાં આવે છે, પરંતુ આ વર્ષે તો કોરોનાને કારણે નવરાત્રિના રાસ-ગરબા ઉપર સ્વૈચ્છિક પાબંદી મુકી દેવામાં આવી હોય તેમ વાજીંત્રોની કોઈ પ્રકારની ખરીદી થતી નથી. વાજીંત્રો રીપેરીંગ કરાવવા પણ કોઈ દેખાતું નથી. કોરોનાને લીધે આર્થિક સ્થિતિ ચિંતાજનક બની રહી છે સમગ્ર સિહોર અને પંથકમાં તમામ ગરબી મંડળો દ્વારા નવરાત્રિ પૂર્વે દર વર્ષે તબલા-ઢોલક-મંજીરા સહિતની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટતા હોય છે. વાજીંત્ર બજારમાં લોકો જૂના વાજીંત્ર રીપેર કરાવવા અને નવા વાજીંત્ર ખરીદવા માટે ઉમટતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે જુદી-જુદી બજારોને જે મંદીનો ચેપ લાગ્યો છે તેની સૌથી વધુ અસર વાજીંત્ર બજાર ઉપર જોવા મળશે.

આ પ્રકારની વિગતો સાથે વાજીંત્રોના વેપાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉનને લીધે માર્ચ મહિના પછી મોટાભાગની બજારોની બંધ જેવી સ્થિતિ છે. અગાઉ બે-અઢી મહિના સુધી સળંગ તમામ બજારો બંધ રહી હતી. તેથી અન્ય બજારોની માફક વાજીંત્રોની બજારમાં પણ બધ રહી હતી. દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જતી હોવાને લીધે બહારગામના લોકોની ખરીદી નહિવત જોવા મળે છે. ડરના કારણે લોકો શહેરોમાં આવતા નથી. નવરાત્રી આ વર્ષે મુલતવી રાખવામાં આવી હોવાનું જાહેર થતાં તબલા, ઢોલકા, મંજીરા, હાર્મોનિયમની સાથે ઈલેક્ટ્રીક ઝાલર સહિત તમામ વાજીંત્રોની બજારમાં કોઈ ખરીદનારા જોવા મળતા નથી. નવરાત્રિ પર્વની ઉજવણીનો ઉત્સાહ આ વર્ષે જાણે અશ્ય થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળે છે. જેના કારણે શુકનવંતુ સોળઆની વર્ષ હોવા છતાં બજારોમાં દિવાળી સુધી શુષ્ક માહોલ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here