સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર દવે અટલ ભવનની બે મહાનુભાવોની પ્રતિમાઓનું અનાવરણ થયું નથી પણ પ્રતિમાઓ ખુલ્લી મુકાઈ ગઈ હતી તે વાત સત્ય છે

શંખનાદ કાર્યાલય
સિહોર નગરપાલિકા દ્વારા નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમની શરૂઆત થઈ છે ગઈકાલે આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ અને પ્રતિનિધિ મંડળે કેટલીક રજૂઆતોને લઈ કાર્યક્રમમાં દેકારો મચ્યો હતો કોંગ્રેસની રજૂઆત એવી હતી કે અમે કરેલી રજૂઆતોના જવાબો મળતા નથી રજૂઆતો પૈકી અગાઉ સિહોર નગરપાલિકા અટલ ભવમમાં મુકવામાં આવેલી બે મહાનુભાવોની પ્રતિમા ખુલ્લી મુકવા રજૂઆતો થયેલી છે તે વાત ગઇકાલે અહીં પણ આવીને ઉભી હતી જોકે નગરપાલિકાના જવાબદાર અધિકારી જે એલ દવે અને જયદીપસિંહ વચ્ચે ભારે ગરમા – ગરમી ચાલતી હતી તે દરમિયાન અટલ ભવનની પ્રતિમાઓ બાબતની વાત સામે આવતા ચીફ ઓફિસર દવેએ કેમેરાની આંખ સામે કહ્યું કે અહીં મુકવામાં આવેલી પ્રતિમાઓનું અનાવરણ થયું નથી.

જોકે ચીફ ઓફિસર દવેની વાત સાચી છે કે ખોટી તે લપમાં બહુ પડવું નથી પરંતુ ૧૦ મી ઓગષ્ટના રોજ અટલ ભવન ખાતે બે મહાનુભાવોની મુકવામાં આવેલી પ્રતિમાંઓ પરથી પડદાઓ હટાવી લેવાયા હતા અને શંખનાદ દ્વારા તે અહેવાલ પણ પ્રસિદ્ધ કરાયો હતો અને અહેવાલ બાદ ૧૧ મી ઓગષ્ટના દિવસે ફરી પ્રતિમાઓને થાકી દેવાઈ હતી તે વાત પણ એટલી જ સત્ય છે ઉપરોક્ત તસવીરો પણ ઘણું કહી જાય છે અને પ્રતિમાઓનું અનાવરણ થયું નથી તો ૧૦ મી ઓગષ્ટના દિવસે પ્રતિમાઓ પરથી પડદા હટાવી કેમ લેવાયા હતા તે બાબત ચર્ચાના ચગડોળે ચડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here