આ ગામમાં ધંધા રોજગાર રહ્યા નથી, લોકોને બે ટંક રોટલો રળવો કપરો બન્યો છે, લોકો દયનિય સ્થિતિમાં જીવે છે, અને તંત્ર કાયદાઓના દંડા ઉગામીને લોકોને હેરાન કરવાનું ચૂકતું નથી

દેવરાજ બુધેલીયા
સિહોર મેઈન બજારમાં વનવે બંધ કરોની માંગ સાથે રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરી જતા ભારે દેકારો થવા પામ્યો છે સિહોરમાં માત્ર એક મુખ્ય બજાર આવેલી છે જ્યાં તંત્ર દ્વારા વનવે કરી દેતા રીક્ષા ચાલકોના ધંધા પર માઠી બેઠી છે જેના કારણે બે ટંકના રોટલો રળવાના છેડા ભેગા કપરા બન્યા છે એક તરફ લોકડાઈન અને અનલોક વચ્ચે હજુ ધંધાઓમાં ઘરાકી નથી ગામડાઓના લોકો ખરીદી માટે આવતા નથી એમ પણ આ ગામમાં હવે ધંધાઓ રહ્યા નથી ગામના લોકોનો રોજગારી મેળવવા ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડે તે હદે સ્થિતિ કપરી બની છે.

લોકોની હાલત એટલી ખરાબ હાલતમાં જીવે છે કે તેવું શબ્દોમાં વર્ણન અઘરું પડે છે ત્યારે તંત્ર પણ કાયદાઓના દંડા ઉગામીને સામાન્ય પ્રજાને હેરાન કરવાનું ચૂકતું નથી સિહોરની મેઈન બજારમાં રીક્ષા ચાલકો માટે નોએન્ટ્રી કરી દેવાતા રીક્ષા ચાલકોમાં રોષની લાગણી વ્યાપી છે સામાન્ય અને મધ્યમ વર્ગની સાથે રીક્ષા ચાલકો અને તેઓના પરિવાર હાલત અતિ કફોડી બની છે કારણકે ગામડાના લોકો કોરોનાની બીકના કારણે ખરીદી માટે આવતા નથી.

બજારોમાં ભીડ રહેતી નથી છતાં પણ તંત્રના કાયદાના દંડા સામે રીક્ષા ચાલકોમાં ભારે રોષ ભભૂક્યો છે આજે રીક્ષા ચાલકોએ રાજીવનગર પાસે રિક્ષાઓને મૂકીને હડતાલ પાડી દીધી હતી અને સિહોરની મેઈન બજારમાં કરવામાં આવેલ વનવે ફરી ખોલવાની માંગ કરતા સમગ્ર મામલે ભારે દેકારો મચ્યો હતો અને બીજી તરફ તંત્ર સામે રોષની લાગણી પ્રબળ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here