સિહોર ખાતે ભરત મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટનું કાર્યાલય ખોલવામાં આવ્યું

બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર રાજ્યમાં સેવાકીય સંસ્થા ભરત મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટનું કાર્યલય સિહોર ખાતે શરૂ કરાયું છે આ ટ્રષ્ટ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી અજોડ સંસ્થા છે સમાજના પછાત અને સાધારણ વર્ગના લોકોની સુખાકારી માટે તેમજ જનસેવા સાથે જોડાયેલી નાની મોટી સંસ્થાઓને સહયોગ આપતી આ સંસ્થાના પ્રમુખ અરુણાજી બેન પંડ્યા..ઉપપ્રમુખ હરીશ પવાર સતત આ સંસ્થાના હેતુઓને સાર્થક કરવા પ્રયત્નશીલ રહે છે આ સંસ્થાના કાર્યાલયનું માંગલિક ઉદ્દઘાટન સ્વામિનારાયણ સેવા કેન્દ્રના સંચાલક અશોકભાઈ એન. મકવાણા નાં હસ્તે કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here