સંવેદનશીલ સરકારનું આ છે તંત્ર : સિહોર અર્બનના વેકટર કર્મીઓએ મહેનત કરીને પગારની માંગણીઓ કરી તો છૂટાં કરી દીધા, મામલો મીડિયામાં ચમક્તા જવાબદારોને માઠું લાગ્યું

સલીમ બરફવાળા
સિહોર અર્બન વેકટરના કર્મીઓએ બે દિવસ પહેલા પગાર નહિ મળતા પોતાની વ્યથા ઠાલવતા તંત્ર અને સરકારના અધિકારીઓના પેટમાં રીતસર તેલ રેડાયું છે અને કર્મીઓને છુટા કરી દેવા આદેશ કર્યા છે ગતિશીલ અને સંવેદનશીલ હવે માત્ર શબ્દો પૂરતું સીમિત રહ્યું છે અને હવે આ શબ્દોને પર શરમ અનુભવતી હશે તંત્ર અને અધિકારીઓ સરકારની ભર બજારે નિલામી અને આબરૂની ધૂળ ધાણી કરી રહ્યું છે એકદમ માનવતાઓ જાણે નેવે મૂકી દીધી હોઈ તેમ ૭૦/૭૦ કર્મીઓને રઝળતા મૂકી દીધા છે.

કોરોનાના કપરાકાળમાં મોતના ભય વચ્ચે ફરજ બજાવનાર કર્મીઓ છેલ્લા બે ત્રણ માસથી પગાર વિહોણા હતા પરિવારનું ગુજરાન અને પેટ ભરવું ભારે પડવા લાગ્યું હતું આર્થિક સ્થિતિ કફોડી બનતી જતી હતી બે દિવસ પહેલા તે કર્મચારીઓનો પગાર નહિ થતા તેઓ ફરજથી અગળા રહ્યા હતા અને સમગ્ર બાબતની નોંધ મીડિયાએ લીધી અને મામલો મીડિયા ચમકતા અધિકારી અને તંત્રને જાણે માઠું લાગી ગયો હોય તેમ તમામ કર્મીઓને ઘરે બેસવામાં આદેશ આપી દેવાયા છે અને નોકરી પરથી છુટા કરવાના હુકમ થયા છે ત્યારે સરકાર કઈ સંવેદનાઓની વાતો કરતું હશે તે ભગવાન જાણે હાલતો ૭૦ જેટલા કર્મીઓના પરિવારની રોજીરોટી માટેનો મોટો પ્રશ્ન ઉભો થયો છે તે ચોક્કસ છે

બોક્સ..

સિહોર માં વેકટર કંટ્રોલ ટીમના સભ્યોને ગ્રાંન્ટના અભાવે છુટા કરાયા, આરોગ્ય વિભાગ

તેમણે કરેલ કામગીરી ના તમામ દિવસોનું વેતન ટૂંક સમયમાં મળી જશે, તેમણે કરેલ કામગીરી નું પ્રમાણપત્ર પણ અપાશે

સરકાર દ્રારા ખાસ કરીને શહેરી આરોગ્ય કેન્દ્રોમાં વધુ વિસ્તારો અને ટ્રંકા સ્ટાફને કારણે ધણીવાર મચ્છર જન્ય રોગચાળો અટકાવવા માં તકલીફ પડતી હતી.તે માટે દૈનિક ભથ્થા પર યુવાનો ને રખાયા હતા.પરંતુ સ્ટેટ માંથી જીલ્લા ને આ માટે જરૂરી ગ્રાંટ ન મળી હોવાથી કામગીરી બંધ કરેલ છે.જરૂરી ગ્રાંટ આવતા તેને ફરી કામગીરી માટે બોલાવી શકાય છે.તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી દ્રારા જણાવાયું છે.બીજા કોઈ પ્રશ્ન નથી.તેમણે કરેલી કામગીરી નું વેતન ની માંગણી કરવી તે તેનો હક છે

સળગતા સવાલ

#ગ્રાન્ટ હતી જ નહીં તો નોકરી પણ શા કારણે રાખવામાં આવ્યા

#ગ્રાન્ટ હતી નહિ તો અગાઉ પણ છુટા કરી શકતા હતા કામદારોને

#સમગ્ર મામલે હોબાળો થયો પછી જ કેમ છુટા કરાયા

#ચાર માસનો કોન્ટ્રાક્ટ હતો છતાં વહેલા કેમ છુટા કરી દેવાયા કર્મચારીઓને

#કર્મચારીઓનો પગાર નહિ થતા નોંધ મીડિયાએ લીધી તેમાં વધુ માઠું લાગ્યું તમને.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here