લાલ જમરૂખ દિવાળીથી પોષ માસ સુધીનું અને ગળાશ, ખાટાશ, અને તુરાશ ત્રણ સ્વાદ આપતુ ફળ છે

હરેશ પવાર
સિહોર પંથકના કેટલાક ગામડાઓ સાથે વરતેજ સુધીના વિસ્તારમાં જમરૂખનો થતો મબલખ પાકનું ઉત્પાદન થાય છે જેમાં ખાસ કરીને લાલ કલર કુદરતી હોય લાલ જમરૂખની બાળકોથી વૃદ્ધોની વધારે પસંદગી જોવા મળે છે જેની રાજ્યભરમાં ભારે માંગ થઈ રહી છે ગોહિલવાડ અને ખાસ કરીને સિહોર પંથકના લાલ જમરૂખ જેને અંજીરીયા પણ કહેવાય છે તેની ભાવનગર જિલ્લા અને બહાર પણ સારી માંગ રહે છે. લાલ જમરૂખ નુ દિવાળી શરૂ થતા જ બજારમાં આગમાન થાય છે. સ્વાદ રસીકોને સફેદ જમરૂખ કરતા ખાવામાં પોચા તથા નરમ અને લાલ કલરના હોવાથી તેની પસંદગી વધારે રહે છે. જેનો સ્વાદ લોકોને દિવાળીથી પોષ માસ સુધી મળે છે.

માત્ર લાલ જ નહિ સફેદ જમરૂખનું ઉત્પાદન પણ સિહોર અને વરતેજ પંથકમાં માતબર થઇ રહ્યુ છે.લાલ જમરૂખ સિહોરથી આંબલા અને વરતેજ સુધીના આજુ બાજુના વિસ્તારમાં સૌથી વધુ ઉત્પાદન થઇ રહ્યુ છે. જેમાં આંબલામાં 100 વાડી સહિત સોનગઢ, વરતેજ, કરદેજ, કમળેજ, સિહોર, તરશીંગડા, સોડવદરા, રંઘોળા, ઉંડવી સહિતના ગામોમાં મોટી માત્રામાં પકવવામાં આવે છે. જેમાં લાલ જમરૂખ પાચન ક્રિયા માટે સૌથી સારૂ ફળ છે. મરડો, જૂનો મરડો, બાદીમાં તરત ફાયદાકારક છે.

\તેમા ગળાશ, ખાટાશ અને તુરાશ ત્રણેયનું મિલન થતા બાળકોથી માંડી વૃધ્ધોને ખાવામાં અનુકુળ રહેતા આખુ જમરૂખ બી સાથે ખાવાથી આરોગ્ય માટે ફાયદારૂપ છે.અને કુદરતી છે. જેને લોકો વધારે પસંદ કરે છે. જામ, જેલી અને સરબત બનાવવામાં આવે ત્યારે સીન્થેટીક કલર નાખવો પડતો નથી અને લાલ કલર લોકો વધારે પસંદ કરે છે.એટલે લોકો સફેદ જમરૂખ કરતા લાલ જમરૂખ તરફ વધારે આકર્ષાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here