બી.કે.મારકણા ભાવનગર મહાનગર પાલિકામાં ૩૫ વર્ષ ફરજ બજાવી છે તેઓને ગઇકાલે સિહોર પાલિકાના ચીફ ઓફિસર તરીકે મુકાયા

હરેશ પવાર
સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફીસરની જગ્યા ખાલી હતી અને સિહોર નગરપાલિકાના ચીફ ઓફીસર દવે ચાર્જમાં હતા ત્યારે ગઈકાલે સિહોર નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે બી.કે મારકણાની નિમણુંક થઈ છે લોકોના કામો હાલ સુધી ખોરંભે ચડ્યા હતા તે કામોને ફરી વેગ મળશે ચીફ ઓફિસર બરાડનો સમયગાળો પૂરો થયા બાદ મહત્વની કહી શકાય એવી ચીફ ઓફિસરની જગ્યા લાંબા સમયથી વણપુરાયેલી હોવાથી લોકોના કામો અને વહિવટી પ્રક્રિયા ખોરંભે પડી ગઇ હતી તાકિદે નગરપાલિકામાં ચીફ ઓફિસરની નિમણુંક કરવા લોકમાંગણી ઉઠી હતી સિહોર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે અગાઉ ફરજ બજાવી ચુકેલા બરાડ નિવૃત થયા બાદ નગરપાલિકા ખાતે જે એલ દવેને મુકાયા હતા.

જોકે દવે પાસે બે થી ત્રણ પાલિકાઓનો ચાર્જ હોવાથી લોકોના કામો ખોરંભે ચડ્યા હતા લોકોને કામ માટે ધરમધકકા ખાવા પડતા હોવાની ફરીયાદો પણ ઉઠવા પામી હતી લોકોની માંગણીઓને ધ્યાને લઈને ભાવનગર મહાનગરપાલિકા માં છેલ્લા ૩૫ વર્ષથી ડેપ્યુટી એકઝ્યુક્યુટિવ એન્જીનીયર તરીકે ફરજ બાદ એપ્રિલ ૨૦૨૦ ના રોજ નિવૃત થતા જેઓને સરકારના માદયમથી પ્રાદેશિક કમિશનર શ્રી ભાવનગર દ્વારા ગઈકાલે સિહોર નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર તરીકે બી.એચ. મારકણા ફરજ ઉપર હાજર થયા છે જેઓએ હાજર થતાની સાથે કચેરીની વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી તેમજ પ્રમુખ અને નગરસેવકો સાથે મુલાકાત લીધી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here