બે સંતાનોની છાયા ઈશ્વરે છીનવી લીધી- પંથકમાં અરેરાટી

હરેશ પવાર
આજે સવારના સમયે મહેશભાઈ વશરામભાઈ કુવાડિયા (ઉ.વ.૩૮) તરશીંગડા વાડી વિસ્તારમાં પોતાના માલઢોરને નિરણ પાણી માટે અવેડા પાસે લઈ ગયેલ તે વેળાએ તેમને અચાનક ચક્કર આવતા તેઓ અકસ્માત એ પાણીના અવેડામાં પડી જવાથી તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મરણ જનાર મહેશભાઈ ને એક દિકરી ઉ.વ. ૨ અને એક દીકરો ઉં વ ૭ છે. બંને સંતાનો ઉપર પિતાની છાયા નાની ઉંમરમાં જ છીનવાઈ જતા પંથકમાં અરેરાટી છવાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here