પાછોતરા વરસાદથી ખેડુતોની માઠી, જિલ્લામાં ફરીથી મેઘાવી માહોલ સાથે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદઃ આજે સવારથી ધુપછાંવ


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત જિલ્લામાં ફરી મેઘાવી માહોલ સાથે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય છે ગઇકાલ રવિવાર રાત્રીના વાતાવરણમાં પલ્‍ટો સાથે અનેક જગ્‍યાએ હળવો-ભારે વરસાદ પડયો હતો. ચોમાસામાં પાછોતરા વરસાદથી ખેડુતોની માઠી બેઠી છે. આજે સવારથી સિહોર સહીત જિલ્લામાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે. દુકાળમાં અધિક માસ, એટલે કે દુ:ખ આવે ત્યારે દિવસો મોટા લાગે પરંતુ આ વર્ષે અધિક માસમાં જોરદાર, સાર્વત્રિક અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સિહોરમાં પોણો ઈંચ સાથે જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ વરસ્યો હતો અધિક માસમાં અષાઢી માહોલ રાત્રે થઈ ગયો હતો.

ગોહિલવાડ પંથકમાં જાણે અષાઢ મહિનાનો મધ્ય હોય તેવો માહોલ થઇ ગયો છે અને રાત્રે ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે વરસાદ ચાલુ રહ્યો હતો. સિહોર સહિત ભાવનગર શહેરના અનેક વિસ્તારમાં વીજળીના ચમકારા અને ગર્જના સાથે અષાઢી ધારાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રે 9 વાગ્યા આસપાસ સર્જાયેલી વરસાદી માહોલ સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો દરમ્યાનમાં પ્રચંડ ધડાકા સાથે વીજળી શરૂ થતાં લોકોમાં ભય ફેલાયો હતો જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચારો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here