પ્રજાના નેતા અને કોંગ્રેસ અગ્રણી નાનુ ડાખરાની વધુ એક રજુઆત, હજુ બે દિવસ પહેલા હેલ્મેટ અને માસ્કના નામે લૂંટ બંધ કરવા સરકારને લેખિત આપી રજૂઆત કરી હતી

બ્રિજેશ ગૌસ્વામી
ગઇકાલે સરકાર દ્વારા ખેડૂતોના પેકેજની જાહેરાત બાદ કોંગ્રેસ અગ્રણી નાનુ ડાખરાએ સિહોર કે તાલુકામાં અતિવૃષ્ટિ થી થયેલ નુકશાન નો આધાર તાલુકા નહિ જે વિસ્તારમાં વધુ નુકશાન થયું છે તે પ્રમાણે સર્વે કરી વળતર આપવાની માંગ કૃષિ મંત્રી સમક્ષ લેખિતમાં કરી છે હજુ બે દિવસ પહેલા હેલ્મેટ અને માસ્કના નામે થતી લૂંટ બંધ કરવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી ત્યાં વધુ એક પ્રજા અને જમીનના નેતા નાનુ ડાખરાએ ખેડૂતના હિતમાં રજૂઆતો કરીને કેટલીક માંગો કરી છે વર્તમાન ચોમાસામાં અતિ વૃષ્ટિના કારણે ખેડૂતો ના તલ , બાજરા , કપાસ , મગફળી , જેવા તમામ પાકો નિષ્ફળ ગયા છે.

એ રજૂઆતોના આધારે સરકાર દ્વારા જુદા જુદા તાલુકા પ્રમાણે સહાય આપવા જાહેરાત કરેલ છે જે તદ્દન ગેર વ્યાજબી છે સિહોર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે નુકશાન નું વળતર આપવાની જાહેરાત હોય તે સંજોગોમાં સિહોર તાલુકાને અડીને જ આવેલ પૈલ્લાના ના કેટલાય ગામોમાં સિહોરની જેમ નુકશાન થયું હોય દા.ત સિહોર નું બુઢણા ગામ હોય તેને અડીને રંડોળા ગામ હોય બન્ને ગામને વરસાદ થી નુકશાન થયું હોય પણ સણોસરા સિહોર માં હોય એટલે તેના ખેડૂતને નુકશાન નું વળતર મળે અને નોંઘણવદર પાલીતાણા નું હોય છે કારણ માત્ર થી વળતર ન મળે આ પ્રકારનો સર્વે વ્યાજબી નથી . યોગ્ય સર્વે તપાસ કરી ખરા અર્થમાં નુકશાન થયું છે તેવા તમામ ખેડૂતોને વળતર મળે એવી માંગ કૃષિ મંત્રી સમક્ષ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here