ગાંજો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો, પોલીસની સંઘન દિશામાં તપાસ, ટાણા સુરકાના ડેલા પાસેના મકાનમાંથી ૧૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે

દેવરાજ બુધેલીયા : બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરમાં દિવસે દિવસે નશાનો કાળો કારોબાર વધતો જાય છે યુવાધન ગાંજા અને ચરસના રવાડે ચડ્યું છે ત્યારે સુરકાના દરવાજા વિસ્તારમાં એક મહિલા ગાંજા સાથે ઝડપાઇ છે સુરકાના ડેલા પાસે આવેલ ભૂતનાથ મંદિર જવાના રસ્તા પાસે આવેલ એક મકાનમાં રેડ કરતા મકાનની ઓસરીમાં પતરાની પેટીમાં છુપાવેલા વનસ્પતિ જન્ય ગાંજો મળી આવતા પોલીસે મહિલાની ધરપકડ કરી છે સુરકાના ડેલા પાસે રહેતા સંગીતાબેન રમેશભાઈ કાળીદાસ દવેએ પોતાના રહેણાંકી મકાનમાં વનસ્પતિ જન્ય ગાંજો છુપાવ્યો હોવાની બાતમીદાર દ્વારા મળેલ ચોક્કસ હકીકતે રેડ કરતા સીમેન્ટના પતરા વાળા મકાનની ઓસરીમાં રાખેલી પતરાની પેટીમાં છુપાવેલો વનસ્પતિ જન્ય સુકો ગાંજો મળી આવતા પોલીસે એફએસએલને જાણ કરાતા ટીમે આવી ગાંજાના સેમ્પલ લીધા હતા તેમજ તેનું વજન કર્યું હતું.
આ મામલે શિહોર પોલીસે સંગીતાબેનની અટક કરી તેનો કોરોના રિપોર્ટ કરાવતા અને રિપોર્ટ નેગેટિવ આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેની ધોરણસરની અટક કરી હતી. સિહોર પોલીસે મહિલા સામે નારકો ટેસ્ટની જુદી જુદી કલમ હેઠળ ગેરકાયદેસર અને બિનઅધિકૃત નારોકોટીક્સનો જથ્થો રાખવા સહિતનો ગુન્હો દાખલ કર્યો હતો હાલ પોલીસે આ ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો કોને આપવાનો હતો તે દિશામાં સઘન તપાસ આદરી છે

બોક્સ.

સુરકાના દરવાજા વિસ્તાર ગંજેરીઓનું હબ છે

સિહોર સુરકાના દરવાજા વિસ્તારમાં દેશી દારૂનું પીઠું માનવામાં આવે છે અહીં પીધલીઓ અને ગંજેરીઓ આખો દિવસ અડ્ડો જમાવીને ધામાં નાખે છે બહેન દિકરીઓને અહીંથી પસાર થવું એટલે મોટું જોખમ ગણાય છે અને દેશી દારૂના પ્યાસીઓ અને ગંજેરીઓનું હબ અહીં માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here