સામાન્ય વર્ગ માટે મોંઘવારીનો વધુ એક માર, શાકભાજીના વિકલ્પ તરીકે વપરાશ વધતા જ ભાવમાં ગત વર્ષની સરખામણી કરતા વધારો થઈ ગયો

બ્રિજેશ ગૌસ્વામી
એકતરફ કોરોનાના કહેર વચ્ચે આિાર્થક રીતે લોકો આમે મુશ્કેલીમાં તો બીજીતરફ શાકભાજી બાદ હવે કઠોળના ભાવમાં ગતવર્ષની સરખામણીમાં વધારો નોંધાતા સામાન્ય વર્ગની ગૃહિણિઓનું બજેટ ખોરવાયું છે. કોરોના સંક્રમણમાં તકેદારી રૃપે લોકડાઉન અમલી થયા પછી ધીમે-ધીમે કઠોળના ભાવ વાધી રહ્યા છે. જેની શરૃઆત દાળથી થાય છે. ચણાની દાળના ભાવ વધતા આની સીધી અસર મગની દાળ અને અળદની દાળ પર ઉપર પણ પડી રહી છે. મગની દાળ અળદની દાળના ભાવોમાં વધારો જોવા મળે છે જોકે સુત્રો ઉત્પાદન નબળું હોવાની વાતો કરી રહ્યા છે. સતત વરસાદના કારણે ખેતીને નુકશાન થતાં શાકભાજીના પાક કરતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આમ શાકભાજીની માંગ સામે શાકભાજીના પાક ધોવાઈ જતા શાકભાજીના ભાવ વાધી જતા ગૃહિણિઓએ થાળીમાં કઠોળનો વપરાશ વધારી દીધો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કઠોળના ભાવમાં ગતવરસની સરખામણીએ વધારો થતા થાળીમાં શું પીરસવું તે ગૃહિણિઓ માટે મુંઝવણ થઈ રહી છે. અમુક જાગૃતોના કહેવા પ્રમાણે લોકડાઉનમાં જે ખોટ થઈ છે એ વેપારીઓ હાલમાં કઠોળના ભાવમાં વધારો કરીને કસર વાળી રહ્યા છે. આમ સામાન્ય વર્ગની ગૃહિણિઓએ શાકભાજી ખરીદવાનું ટાળી કઠોળ ખરીદતી થઈ પરંતુ કઠોળને પણ મોંઘવારીનું ગ્રહણ લાગતા મહિલા વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. એક તો કોરોનાના કારણે પહેલાથી જ આિાર્થક મંદી અને ચારેબાજુાથી મોંઘવારીનો માર ખમતા-ખમતા ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોળી થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here