ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડ સિહોર ચેપટર દ્વારા સિહોરની સમસ્યા અને વિકાસ માટે કરાઈ છે અનેક રજુઆત

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા મહિલા પ્રમુખ તરીકેની એક ટર્મ પુરી થઈ જતા બીજા અઢી વર્ષ માટે નવા પ્રમુખ તરીકે વિ.ડી.નકુમ ની નિમણુંક કરવામાં આવી છે. તેમની કામગીરી ને જોતા સિહોરી જનો ને કઈક સાચા એટલે માત્ર ચોપડા ઉપર નહિ પણ હકીકતમાં લોકોને દેખાય તેવા વિકાસની એક આશા બંધાણી છે. જેને લઈને સિહોર શહેરના મુખ્ય પ્રશ્નોની હારમાળા લઈને ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડ સિહોર ચેપટરના હોદેદારો પ્રમુખ ની મુલાકાત માટે પહોંચી ગયા હતા. પાલિકા પ્રમુખ ને શુભેચ્છાઓ પાઠવીને સિહોર ની પ્રજાના હીત માટે વર્ષોથી પડતર પડેલા પ્રશ્નો ની રજુઆત કરાઈ હતી જેમાં સિહોર ઘાઘળી રેલવે ફાટક નો પેચીદો પ્રશ્ન, સિહોરના મુખ્ય માર્ગ ઉપર વધતા જતા ટ્રાફિક ના નિવારણ માટે સિહોરની બહાર થી બાયપાસ નીકળે

તેવી રજુઆત, મુખ્ય સાંકડી બજારમાં ટ્રાફિક નિવારણ માટે પાર્કીંગની યોગ્ય વ્યવસ્થા ગોઠવી અને ફેરિયા અને પથરણાવાળા માટે ધંધો કરવા એક અલગ જગ્યા ફાળવવી, શહેરમાં હાલ ૮ થી ૧૦ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તેના બદલે યોગ્ય સમગ નક્કી કરી પાણીનું ઓછા દિવસે વિતરણ કરવામાં આવે તો લોકોની સમસ્યા દૂર થાય અને પાણીનો બગાડ પણ ઓછો થાય, શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરીને ઠેરઠેર બનેલા ઉકરડાઓ દૂર કરીને શહેરમાં સ્વચ્છતા સ્થાપિત કરવી, ખુલ્લા વાહનમાં લઈ જતા કચરા ના વાહનો ને બદલે પેટી પેક વાહનમાં કચરો લઈ જવામાં આવે તો સ્વચ્છતા જળવાય રહે, શહેરના દરેક વિસ્તારમાં એક સમાન ભેદભાવ વગર સિમેન્ટ ના સારા રસ્તાઓ બનાવવામાં આવે, ગટર બનેલી સિહોરની ગંગા સમાન ગૌતમી નદીને સ્વચ્છ કરીને ત્યાં રિવર ફ્રન્ટ બનાવવામાં આવે, સિહોરની પ્રજા માટે ધૂળ ચડી ગયેલ ફિલ્ટર પ્લાન્ટ ફરી શરૂ કરી ચોખ્ખુ પાણી વિતરણ કરવામાં આવે આવા અનેક સિહોર ની પ્રજા અને શહેરના વિકાસ ને વેગ આપે તેવા પડતર પ્રશ્ન અંગે રજુઆત કરી વહેલી તકે આ કાર્યો હાથ ઉપર લઈને શરૂ કરવામાં આવે તેવી રજુઆત નવનિયુક્ત પ્રમુખ ને કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here