મહારાજ સિધ્ધરાજ જયરાજસિંહ એ બંધાવેલ બ્રહ્મકુંડમાં નવા નિરના દર અમાસે કરાય છે વધામણાં

અંધશ્રદ્ધા ના અંધાર દૂર કરીને શ્રદ્ધાના દિવા પ્રગટાવાય છે- પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા ની વિશેષ ઉપસ્થિતી

દર્શન જોશી
સિહોર એટલે સમગ્ર વિશ્વમાં છોટેકાશી તરીકે પ્રખ્યાત છે. અનેક દેવી દેવતાઓના બેસણા સિહોરની પવિત્ર ભૂમિને પાવન કરે છે. જેમાં સિહોરમાં આવેલ બ્રહ્મકુંડનું એક અલગ જ મહાત્મ્ય છે.મહારાજ સિદ્ધરાજ જયસિંહને પોતાનો ચર્મ રોગ અહીંના પાણીથી દૂર થતાં તેને બ્રહ્નકુંડને આકાર આપીને અહીં બ્રાહ્મણો દ્વારા ૧૨૪ દેવી દેવતાઓની વિધિવત સ્થાપના કરીને સિહોરમાં એક આસ્થાનું સ્થળ ઉભું કરી દીધું. અહીં બ્રહ્મકુંડ માં અનેક સિદ્ધ મહાત્માઓ ની પગલાંની છાપ પડી ગઈ છે. આ સાથે સામુદ્રી માતાજી, નવનાથ માં આવતા એક કામનાથ મહાદેવ હનુમાનજી મહારાજની અદભુત મૂર્તિ પણ અહીં સ્થાપિત છે. દર ભાદરવી અમાસે અહીં લોકમેળો ભરાય છે.

પણ છેલ્લા આઠેક વર્ષથી અચાનક જ બ્રહ્મકુંડ નું પાણી જતું રહ્યું હતું. એની પાછળ એવી લોકવાયિકા વહેતી થઈ કે દર ત્રણ વર્ષે અહીં કુંડમાં ભોગ લેવાતો જેના લીધે લોકોમાં બ્રહ્મકુંડ માટે એક ડર મનમાં ઘર કરી ગયો. પરંતુ છેલ્લા બે એક વર્ષથી સિહોરના સામાજિક આગેવાનો અશોકભાઈ મુનિ, અનિલભાઈ મહેતા ભરતભાઇ મલુકા તથા તેમના સાથી મીત્રો દ્વારા આ અંધશ્રદ્ધાના અંધકાર માં ગરકાવ થઈ ગયેલ બ્રહ્મકુંડને ફરી શ્રદ્ધાના દીપથી ઝગમગાટ કરી દેવા માટે થઈને એક આસ્થા સાથે મહેનત શરૂ કરી દીધી. દર મહીનાંની અમાસના દિવસે અહીં ૧૨૪ દેવી દેવતાઓ ને સાંજના સમયે દીપમાળા કરવાની શરૂ કરી દેવામાં આવી.

લોકો ફરી એજ જૂની આસ્થા સાથે બ્રહ્મકુંડ તરફ વળે તે માટે થઈને તેમના દ્વારા સિહોરના રાજકીય સામાજિક આગેવાનો તેમજ સરકારી કચેરીના કર્મચારીઓને આમંત્રણ આપીને તેમના હસ્તે દીપ પ્રજ્વલિત કરાવતા. અહીં કમોતે ભોગ બનેલા આત્માની શાંતિ માટે તેઓ દ્વારા શ્રાદ્ધ કાર્ય પણ કરવામાં આવ્યું હતું. કહેવાય છે ને કે શ્રદ્ધા હોય યો પથ્થર માં પણ પ્રાણ પુરાય જાય ને અહીં પણ એવું જ બન્યું તેમની મહેનત આખરે પાણી લાવી. આ વર્ષે બ્રહ્મકુંડ માં પાણીની સરવણી ફૂટતા અડધો અડધ કુંડ પાણીથી છલકાય ગયો. ફરી લોકો અહીં બ્રહ્મકુંડ ના પવિત્ર જળમાં પવિત્ર થવા આવવા લાગ્યા.

એક સમયે અંધકારમાં ગરકાવ થઈ ગયેલો કુંડ આજે શ્રદ્ધાના દીવાઓ થી ઝગમગાટ કરવા લાગ્યો. આ અમાસના દિવસે ભાવનગર ના પૂર્વ સાસંદ અને ભાજપના પીઢ નેતા રાજેન્દ્રસિંહ રાણા પણ આ દીપમાળા નો લાભ લેવા માટે આવી પહોંચ્યા હતા. તેમની સાથે નાથુભાઈ સરવૈયા, ઇશ્વરીયા ના પૂર્વ સરપંચ અને વરિષ્ઠ પત્રકાર મુકેશ પંડિત, સાંમજીક આગેવાન અને પત્રકાર હરીશ પવાર, અશ્વિનભાઈ ગોરડીયા,નીરવ મહેતા, ચંદ્રકાન્ત પટેલ સહિતના શ્રદ્ધાળુઓ અમાસની દીપમાળાનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. અહીંના આગેવાનો દ્વારા રાજ્ય સરકાર દ્વારા આ સ્થળની પ્રવાસન સ્થળ માટે જાહેર કરે તેવી પણ રજુઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here