થોડા દિવસ પહેલા અહીં આવેલી ચાની કિટલીઓ હટાવાય હતી, આજે વર્ષો જૂની હરભોલે ટ્રાન્સપોર્ટની ઓફિસને બુલડોઝર ફેરવી હટાવી દેવાઈ

દેવરાજ બુધેલીયા
સિહોરના ટાવર ચોકમાં આવેલી હરભોલે ટ્રાન્સપોર્ટની ઑફિસને આજે તંત્ર દ્વારા જેસીબી અને બુલડોઝર ફેરવી દીધું છે કોરોના વાઇરસ નામની મહામારીએ લોકોનું જીવવું હરામ કરીને રાખી દીધું છે એક તરફ ધંધા રોજગાર છે નહીં લોકડાઉન પછી અનલોકમાં ધંધા રોજગારો લોકોની માઠી બેઠેલી છે ત્યારે સિહોરના તંત્રએ ટાવર ચોકમાં ડીમોલેશન કરીને જગ્યાઓ ખુલ્લી કરવાનું શરૂ કર્યું છે.

થોડા દિવસ પહેલા સિહોરના ટાવર ચોકથી ઘાંઘળી રોડ વચાળે આવેલા દબાનકર્તાઓની તંત્રના કાફલા દ્વારા ચેતવણી આપવામાં આવી હતી અને સ્વૈચ્છિક દબાણો લઈ લેવા સૂચનાઓ આપવામાં આવી હતી તંત્રની સૂચના મુજબ સિહોરના ટાવર ચોકમાં તાલુકા પંચાયતની દીવાલે આવેલી ચા ની કિટલીઓ નાસ્તાની લારીઓ અને ગાડી રીપેરીંગના ગેરેજોને તંત્ર દ્વારા હટાવી દેવાયા હતા.

જે બાદ આજે ફરી સિહોરના ડેપ્યુટી કલેકટર રાજેશ ચૌહાણ મામલતદાર નિનામાં તાલુકા વિભાગ નગરપાલિકા વિભાગ દ્વારા ટાવર ચોકમાં આવેલી હરભોલે ટ્રાન્સપોર્ટની ઑફિસને જેસીબી ફેરવી દેવાયું છે અને જમીનદોસ્ત કરી દેવાઈ છે ત્યારે કાર્યવાહી સમયે સિહોર પોલીસ ટીમે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો અહીં લોકોના ટોળા એકઠા થયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here