ઓન ધ સ્પોટ રાત્રે ૮ વાગે

મહિલા સંગીતા દવેને ગાંજો આપનાર અજય સોલંકી ગુરુકુળ પાછળ પટેલ ફાર્મમાં ભાડેના મકાનમાં રહે છે, મૂળ ભાવનગરનો છે, હવે અજય ક્યાંથી ગાંજો લાવ્યો તે દિશામા પોલીસની સઘન તપાસ

દેવરાજ બુધેલીયા : બ્રિજેશ ગૌસ્વામી
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮ કલાકે મળતા પ્રાથમિક અહેવાલો મુજબ બે દિવસ પહેલા સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમાંથી ગાંજા સાથે ઝડપાયેલી મહિલા ની રિમાન્ડ દરમિયાન વધુ એક અજય સોલંકી નામના વ્યક્તિનું નામ ખુલ્યું છે અને જેમની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમાં બે દિવસ પહેલા સંગીતાબેન દવે નામની મહિલાના કબ્જા માંથી ૧.૬૬૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે મુદ્દામાલ સાથે મહિલાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ મજુર થયા હતા રિમાન્ડ દરમિયાન આજે ચોંકાવનારી હકીકત પોલીસને મળી છે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં અજય સોલંકીનું નામ ખુલતા પોલીસે તેમનો ધરપકડ કરી છે અજય સોલંકી મૂળ ભાવનગર એસટી વર્કશોપ પાસે રહે છે હાલ સિહોરના ગુરુકુલ પાછળ પટેલ ફાર્મ પાસે ભાડાના મકાનમાં રહે છે પોલીસે તેઓની ધરપકડ કરીને જરૂરી કાર્યવાહી શરૂ છે હવે અજય ગાંજો ક્યાંથી લાવ્યો હતો તેની પૂછપરછ અને તે દિશામાં પોલીસ સઘન તપાસ કરી રહી છે.

સમગ્ર ગાંજા પ્રકરણ તપાસ અને કામગીરીમાં કે.ડી.ગોહીલ, જે.બી.પરમાર, આઇ.બી.ઝાલા, પી.વી.ગોહીલ, અશોકસિંહ ગોહીલ, રામદેવસિંહ જાડેજા, જયતુભાઇ દેસાઇ, ભયપાલસિંહ સરવૈયા, બીજલભાઇ કરમટીયા, અનિરુધ્ધસિંહ ડાયમાં, શક્તિસિંહ સરવૈયા પ્રવીણભાઇ મારૂ જોડાયેલા છે હવે અજયની પૂછપરછ અને તપાસ શું નવું ખુલ્લે છે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here