સિહોર નગરપાલિકાના નવા નિમાયેલા ચીફ ઓફિસર દ્વારા અટલ ભવનમાં વિવિધ વિભાગોમાં ચેકીંગ, કામચોર કર્મચારીઓમાં ફફડાટ


હરેશ પવાર
સિહોર નગરપાલિકાઆ નવા નિમાયેલા ચીફ ઓફિસર મારકણાએ આજે અટલ ભવનના વિવિધ વિભાગોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે નગરપાલિકા કચેરીઓ ચીફ ઓફિસર અધિકારીની મુખ્ય જવાબદારીઓ બનતી હોઈ છે છેલ્લા કેટલાક સમયથી સિહોર નગરપાલિકામાં ચીફ ઓફીસર અધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવતી ન હતી અનેક વખતો રાજકીય પક્ષોએ પણ નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવાની માંગો કરેલી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ અધિકારી જે એલ દવેને નગરપાલિકાનો ચાર્જ આપવામાં આવ્યો હતો હવે તેની જગ્યાએ મારકણા નામના અધિકારીને સિહોર નગરપાલિકાનો કાર્યભાર અપાયો છે.

અધિકારી મારકણા અગાઉ ભાવનગર કોર્પોરેશનમાં ફરજ બજાવી ચુક્યા છે જેઓએ સિહોરની ફરજ સાંભળ્યા બાદ આજે અટલ ભવન કચેરીના વિવિધ વિભાગોમાં સરપ્રાઈઝ હાથ ધર્યું હતું કચેરીમાં ખાસ સ્વચ્છતા માસ્ક સેનેટરાઈઝ રાખવામાં ભાર મુકાયો હતો કચેરી ખાતે આવતા અરજદારો સાથે વિવેકથી વર્તન અને સંતોષકારક કામગીરી કરવા સૂચનો કર્યા હતા અરજદારો ને ધક્કા નહિ ખવરાવવા તેની તકેદારી રાખવા કર્મચારીઓને સૂચન તેમજ બાબત પર ભાર મુક્યો હતો અધિકારી મારકણાની અટલ ભવનની વિવિધ વિભાગોની વિઝીટને લઈ કામચોર અને ગુલાંટ મારતા કર્મચારીઓ ફફડાટ વ્યાપ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here