શહેરને પાણી પૂરું પાડતું જીવસમાં ગૌતમેશ્વર ઓવરફ્લો થવાની આરે, લોકોમાં ખુશીની લહેર, થોરાણી ગામે ચેકડેમ ઓવરફ્લો


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરને આખું વર્ષ પાણી પૂરું પાડ્તું ગૌતમેશ્વર તળાવ આ વર્ષે પણ ઓવરફ્લો થવાની આરે પોહચ્યું છે ગત વર્ષે ભારે વરસાદના પગલે ગૌતમેશ્વર તળાવ છ વર્ષે ભરાયા બાદ આ વર્ષે પણ ઓવરફ્લો થવાની અણીએ પોહચતા લોકોમાં ખુશીઓ વ્યાપી છે આ વર્ષે અષાઢ કોરોધાકોડ રહ્યો છે ગૌતમેશ્વર તળાવમાં ગતવર્ષ ઓવરફ્લો થયા બાદ જેમાંથી આ વર્ષે પાણી ૧૨ થી ૧૩ ફૂટ સપાટી રહેવા પામી હતી અષાઢમાં નહિવત વરસાદના કારણે તળાવ ભરાઈ તેવી શકયતાઓ દેખાતી ન હતી પરંતુ શ્રાવણ અને ભાદરવા માસમાં સતત અષાઢી માહોલ રહેવા પામ્યો હતો અને જેને કારણે ગ્રામ્ય પંથકમાં ક્રમશ વરસાદના કારણે શહેરની જીવાદોરી ગૌતમેશ્વર તળાવની સપાટી વધારો થતો રહ્યો.

આજે સપાટી ૨૬ ફૂટે પોહચી છે ત્રણ કે ચાર દિવસ પહેલા ૨૪ ફૂટ સપાટી લેવલ બાદ પરમ દિવસે રાત્રે પડેલા વરસાદના કારણે વધુ ૨ ફૂટ સપાટી વધતા હાલ ગૌતમેશ્વરને ઓવરફ્લો થવામાં ૧ ફૂટ બાકી છે ત્યારે શહેરના લોકોમાં ખુશીઓની લહેર જોવા મળે છે અને જીવસમા જીવાદોરી ઓવરફ્લો થવાના કારણે શહેરના લોકોમાં અનેરો આંનદ જોવા મળે છે ઉલ્લેખનીય છે કે સિહોરના વરલ ગામ નજીક આવેલ થોરાણી ગામે આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો છે ત્યારે સિહોર અને આજુબાજુના તળાવ નદીઓ ચેકડેમ ઓવરફ્લો થવાથી વાડી ખેતરોના કુવા અને ડારોના તળ ઉંચા આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here