સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિતનાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, કાયદાનો ડર નથી

દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસ સિહોરમાં ૧૩ એપ્રિલ અને રાત્રે ૮ વાગ્યા આજુબાજુ પ્રવેશ્યો તેને પાંચ મહિના કરતા વધુ વખત થયો. કોરોના વાયરસ શું છે અને તે કેટલો જોખમી છે તે હવે લગભગ દરેક સિહોરીજન જાણે છે. શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધી રહયા છે. લોકડાઉન પહેલા કોરોના સલામત રહેલા તાલુકા મથકો અને મોટા ભાગનાં ગામોમાં હાલ માસ્ક વિના બેખોફ લોકો ફરી રહયા છે સિહોર શહેરમાં માસ્ક પહેરવુ જાણે ફરજીયાત ન હોય તેવો માહોલ જોવા મળી રહયો છેે. રાજ્યમાં હાલ માસ્ક ન પહેરનારને રૂ. ૧ હજાર દંડ નો દંડ ફટકારવામાં આવી રહયો છે.

શહેરમાં પણ રોજે રોજ આવો દંડ વસુલવામાં આવી રહયો છે પરંતુ આ બાબતમાં લોકોની ધોર બેદરકારી જોવા મળી રહી છે કેટલાક તાલુકા મથકના ગામડાઓમાં તો જાણે કોરોના જેવું કંઈ છે જ નહી તેમ બેફિકર બની લોકો ઘુમી રહયા છે. શરદી , તાવ જેવા લક્ષણો હોવા છતાં ટેસ્ટ કરાવવાની પણ કોઈ ગંભીરતા જોવા મળતી નથી.શહેરના કોઈપણ વિસ્તારમાં માસ્ક વિના ફરતા બેવકૂફોની સંખ્યા બહુ મોટી છે. જો આ જ રીતે બેદરકારી વધતી રહી તો સંક્રમિત લોકોની સંખ્યા પણ વધતી રહેશે અને ચેપી લોકો વીજળીક ઝડપે સમાજના મોટા સમુદાય માટે ટાઈમ બૉમ્બ બની જશે જેની સજા આખા શહેરને ભોગવવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here