સિહોરના યુવા અગ્રણી અને જિલ્લા યુવા ભાજપના કિશન સોલંકીના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી


બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના યુવા અગ્રણી અને યુવા જિલ્લા ભાજપના આગેવાન કિશન સોલંકીના જન્મ દિવસની વિવિધ કાર્યક્રમો સાથે પ્રેરણાદાયી ઉજવણી થઈ છે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ભૂતકાળ સમયના સ્થાનિક શેત્રના દિગગજ નેતા સ્વ દીપશંગભાઈ સોલંકીના પુત્ર કિશન સોલંકીનો આજે જન્મ દિવસ છે દીપશંગભાઈ સોલંકી મૂળ કોંગ્રેસી હતા અને તેઓનો ભૂતકાળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સાથે ઘરોબો રહ્યો છે કિશન સોલંકી પણ કોલેજકાળથી જાહેર જીવનમા જોડાયેલા છે કિશન સોલંકીને સક્રિય રાજકારણ બાળપણથી મળ્યું છે આજે તેઓના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો ને ફ્રૂટ અને અન્ય ચીજવસ્તુઓ વિતરણ કરવામાં આવી હતી અને ૪૨ ગરીબ લોકોને પ્રધાનમંત્રી સુરક્ષા કવચ વીમો અપાવવાનો સંકલ્પ કર્યો હતો આ કાર્યક્રમમાં સિહોર શહેર ભારતીય જનતા પાર્ટી ના આગેવાન કાર્યકરોએ હાજર રહી કિશન સોલંકીના આ પ્રેરણાદાયી બિરદાવી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here