સ્થાનિકથી લઈ રાજ્યના રાજકારણ સુધી ઉથલ – પાથલના એંધાળ, શનિવારે ગાંધીનગર ખાતે મળેલી બેઠક બાદ ગઇકાલે રવિવારે સિહોર ખાતે બેઠક મળી

હરેશ પવાર
શનિવારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કોળી સમાજની મળેલી બેઠકને લઈ રાજકારણમાં ભારે હોહા મચી છે અને ખાસ કરીને કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમભાઈ સોલંકી ફરી રાજકારણના મેદાને પડતા અનેક વિતર્કો સર્જાઈ રહ્યા છે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મળેલી બેઠક બાદ ગઈકાલે પરષોત્તમભાઈ સોલંકીના મત વિસ્તાર સિહોર ખાતે કોળી સમાજની બેઠક મળી હતી રાજ્ય ક્ષેત્રે બહુમતી સમાજ ધરાવતા કોળી સમાજ રાજ્યના રાજકારણ અને રાજકીય પક્ષો માટે મહત્વ ધરાવે છે ત્યારે ગાંધીનગર ખાતે કોળી સમાજની મળેલી બેઠક બાદ સિહોર ખાતે ગઈકાલ રવિવારે બેઠક મળી હતી.

એક મહત્વ ની ચિંતન શિબિર બેઠક જે કોળી સમાજ ની વાડી માં યોજાઈ હતી જેમાં સમાજના આગેવાન અને રાજકીય શેત્રે જોડાયેલા ઉમેશ મકવાણા અશોક મકવાણા, સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ચિંતન બેઠક સરકારી ગાઇડલાઈન મુજબ, સેનેટરાઈઝ.માસ્ક, તેમજ ડિસ્ટનસ રાખી બેઠક યોજાઇ હતી જેમાં કોળી સમાજ દ્વારા એકતા.સંગઠન. તેમજ કુરિવાજો. વ્યસન મુક્તિ. તેમજ લોકડાઉન થી લઈ અનલોક સુધી ધધાં બેરોજગાર વગર આર્થિક પરિસ્થિતિ ને લઈ મધ્યમ પરિવારો માટે તન મન ધન થી સહયોગ અને સરકારની વિવિધ યોજના ઓને લઈ સહાયની ચર્ચાઓ થઈ હતી ઉલ્લેખનિય છે કે ગાંધીનગર બાદ પરષોત્તમભાઈ સોલંકીના મત વિસ્તારમાં સિહોર ખાતે મળેલી બેઠકમાં રાજકીય બુધ્ધિજીવી લોકો અનેક તર્કો કાઢી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here