અગાઉ અહીં સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા વિધાર્થીઓની શહેર અને સંસ્થા માટેની ભાવના કાબિલેતારીફ

સિહોર પરિવાર ગ્રુપ દ્વારા કાર્યક્રમનું આયોજન, અગાઉ સંસ્થામાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત શિક્ષકોને સન્માનીત કરાયા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર એલડીમુની સ્કૂલ સંસ્થા ખાતે ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા અગાઉ સંસ્થામાં ફરજ બજાવતા નિવૃત “ગુરુજનો” નું સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સંસ્થામાં રહેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સિહોર પરિવાર ગૃપ આયોજિત કાર્યક્રમમાં સ્મરણીય પૂજ્ય ભગવત સ્વરૂપદાસજીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રીમતી પન્નાબેન મહેતા શ્રી કેતનભાઈ જાની હાજર રહ્યા હતા કાર્યક્રમ સંસ્થાના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો દીપ પ્રાગટય બાદ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો

ઉપસ્થિત સૌએ કાર્યક્રમ અનુરૂપ સંવાદ કર્યો હતો સિહોર પરિવાર આયોજિત કાર્યક્રમમાં અગાઉ આ સંસ્થામાં અભ્યાસ કરી ચુક્યા છે હાલ સંસ્થામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલ શિક્ષકોનું ભવ્ય સન્માન કરાયું હતું અહીં પૂર્વ અભ્યાસ કરતા વિધાર્થીઓ મુંબઇ મિત્ર મંડળના સભ્યો સિહોરના સ્થાનિક આગેવાનો સંસ્થાના વહીવટ કરતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની શહેર અને સંસ્થા પ્રત્યેની ભાવતા બિરદાવવા લાયક ગણી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here