સિહોરના રેસ્ટ હાઉસ ખાતે તાલુકા કોંગ્રેસની અગત્યની બેઠક અને શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા કૃષિ વિધેયક બિલ મામલે આવેદન રજુઆત


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકા કોંગ્રેસની અગત્યની બેઠક મળી છે રેસ્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં અગ્રણી આવવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાર બાદ કૃષિ વિધેયક મામલે આવેદન આપીને રજુઆત કરી છે કોંગ્રેસે આપેલા આવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન સમયમાં લોકો અસહ્ય યાતનાઓ ભોગવી રહ્યા છે . જેમાં અતિવૃષ્ટિ જેવી આફતોનો સામનો કરી રહ્યા છે જેને પાકવિમો પણ સમય સર નહિ મળતા દેશભરમાં ખેડુતો આત્મહત્યાના બનાવો કિર્તીમાન તોડી રહ્યા છે . જે ખુબ જ ગંભીર અને ખતરા સમાન પરિસ્થિતી દેશ માટ થઈ રહી છે , ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોના હિતોનું નુકશાન કરતો કાયદો કૃષિ વિધેયક બીલ બહુમતીના જોરે અને વિપક્ષ સાથે કોઈપણ ચર્ચા કર્યા વગર પસાર કરવામાં આવ્યું છે.

તેમાં કોંગ્રેસ સાથે અન્ય વિપક્ષ દ્વારા અપાયેલા સુચનો પણ માન્ય રાખવામાં આવેલ નથી . અને પરંપરાગત ખેડુતોને અપાતા લઘુતમ ટેકાના ભાવનો પણ કયાય ઉલ્લેખ નથી જેથી જેને લીધે ખેડુતો પોતાના જ ખેતર માં ખેતમજર બની રહી જશે અને ઉદ્યોગપતિઓ દ્વારા શો પણ કરવામાં આવશે તે પણ સ્પષ્ટ જણાય છે આ કૃષિ વિધેયક બિલના વિરોધ પક્ષને સાથે રાખી અને તેમના સુચનાનો સમાવેશ કરવા સાથે લઘુતમ ટેકાના ભાવની સ્પષ્ટતા કરવા આ કૃષિ વિધેય કે બિલમાં સંશોધન કરવા માં આવે તેવી અ મારી લાગણી અને માંગણી કરતા આ આવેદન પત્રને સરકાર સુધી પહોંચાડી યોગ્ય કરવાની માંગ કોંગ્રેસ સિહોર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here