દલિત અધિકારી મંચે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા પોલીસે આંચકી લીધો

હરીશ પવાર
સમગ્ર રાજ્યમાં બહુ ચકચારી રાપર વકીલ હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ઉત્તરપ્રદેશ દલિત દીકરી ઉપર રેપ કેસ અને હત્યારાઓને ફાંસી આપવાની માંગ સમગ્ર દેશમાંથી ઉઠી છે ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સિહોર મામલતદારને રજુઆત અમે આવેદનપત્ર પાઠવી કચ્છના રાપર ગામે એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરી ની નિદૅયતાથી હત્યા કરવામાં આવી તેના આરોપીઓને ફાસી આપવામાં આવે તેમજ ઉત્તર પ્રદેશ ના હાથરસમાં દલિત સમાજની દિકરી ઉપર રેપ સાથે તેની હત્યા કરવામાં આવી આરોપી ઓને ફાસી આપવામાં આવે તેવી માંગ કરી છે અને ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે આવેદનપત્ર રાષ્ટ્રપતિ ને મોકલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ સમયે દલિત અધિકાર મંચે યોગી આદિત્યનાથના ફોટા સળગાવવા જતા પોલોસે ફોટોને આચકી લીધો હતો કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી માવજીભાઇ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કર્મચારી વિંગ ના પ્રમુખ હષૅદભાઇ બંભણીયા પ્રભારી શિવાલાલ સોલંકી, દિનેશભાઈ રાવજકા, દેવજીભાઇ રાજકા, પ્રકાશ સોલંકી, ડી પી રાઠોડ, મુકેશભાઇ નમશા, હસમુખ મકવાણા, ચંદુભાઇ સરવૈયા, વિનોદ બાંભણીયા, સહીતના આગેવાનો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here