ઢોરના ધંધામાં અગાઉ માથાકૂટ થયેલી હોવાનું સૂત્રો કહે છે, જુનેદ પણ દૂધે ધુયેલો નથી, એમના અનેક કારનામાંઓ પોલોસ ચોપડે નોંધાયેલા છે
હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના લીલાપીર વિસ્તારમાં ગઈકાલે સમીસાંજના સુમારે થયેલી માથાકૂટ ઝગડાની અદાવતમાં ફાયરિંગ થયાની વાતે શહેરભરમાં ભારે ચકચાર મચાવી દીધી છે બનાવને લઈ પોલીસના ઘાડે-ઘાડા લીલાપીર વિસ્તારમાં દોડી જઈને બનાવની સઘળી હકીકત મેળવી હતી ગઈ સમીસાંજે સિહોરના લીલાપીર વિસ્તારમાં ધમાલ મચી હતી અને એ ધમાલમાં હાથ બનાવટી બંદુક માંથી ફાયરિંગ થયા હતા મોંઘીબા જગ્યા પાસે રહેતા ફેઝલ અને તેના મિત્ર જુનેદ ઉપર ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરનાર અલ્તાફ ડોડી નાસી છૂટ્યો હતો અને બનાવને લઈ ભાવનગર એલસીબી એસઓજી સહિત સિહોર પોલીસનો કાફલો બનાવ સ્થળે પોહચી ઘટનાની વિગતો મેળવી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.
શોધખોળ દરમિયાન ફાયરિંગ કરનાર અલ્તાફ ડોડી ગૌતમેશ્વર રોડથી પોલીસની હીરાસતમાં સપડાયો છે પોલીસે બનાવટી બંદુક અને અને જીવતા કારતુસ સાથે અલ્તાફ સાથેને દબોચી લઈને વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર બાબતે સુત્રોનું કહેવું છે કે જેના પર ફાયરિંગ થયું છે તે જુનેદ માલઢોરના ધંધા સાથે સંકળાયેલો છે અગાઉ કઈ માલઢોર બાબતે ઝગડો થયેલો હતો જેને લઈ ઘટના કારણભૂત હોવાનું કહેવાય છે અને ફાયરિંગ કરનાર અલ્તાફ ડોડી જેઓ બે કે ત્રણ દિવસ પહેલા અન્ય એક જૂથ સાથે જાહેરમાં સામ સામે હથિયારો લઈને ઘસી આવ્યા હતા ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે ફાયરિંગની ઘટનામાં બન્ને બાજુમાં કોઈ દૂધે ધોયેલું નથી જુનેદના કારનામાંઓ પણ અગાઉ પોલીસ ચોપડે નોંધાયેલા છે.