કોરોના અન્વયે કામગીરી નિરીક્ષણ અને માર્ગદર્શન માટે સ્ટેટ લાયઝન ઓફિસર ડો.રાકેશ વૈધે શહેર અને તાલુકા વિસ્તારમાં મુલાકાત લીધી

આરોગ્ય કર્મચારીને કામગીરી સાથે આરોગ્ય સાચવવા અને પૂણ્ય મેળવાની તકની માર્મિક ટકોર

હરેશ પવાર
જીલ્લા માટે નિમાયેલા સ્ટેટ લાયઝન ઓફિસર કોરોના કામગીરી ડો.રાકેશભાઈ આર વૈધ દ્રારા આજે સિહોર તાલુકા હેલ્થ યુનીટ ની કામગીરી ની સમીક્ષા કરેલ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વંકાણી,ડો.અમીનભાઈ લાખાણી ઉપસ્થિત રહ્યા હતાં. મચ્છર જન્ય રોગ અટકાયતી માટે આગામી કામગીરી માટે તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત તથા સાજનભાઈ હાડગરડા સાથે ચચાઁ કરેલ.

સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને સ્વચ્છતા ઓપરેશન થી એટર સગભાઁમાતા,પ્રસુતા માતા ની સારવાર અંતરા,માલા,નિરોધ તથા ગભઁ નિરોધક ઈન્જેકશન તેમજ આઈ.યુ.ડી,પી.પી.સી.આઈ.યુ.ડી આંકડા વિશે ચચાઁ કરેલ આ ચચાઁ દરમ્યાન ડો.યાદવ,ડો.અગ્રાવત,ડો.ભૃગુ દવે,ડો.સહદેવભાઈ ચોહાણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ પ્રા.આ.કેન્દ્ર ઉસરડની મુલાકાત લીધેલ અને આરોગ્ય નું કામ વેતન સાથે પૂણ્ય પણ મળે છે.

તેવી મામીઁક ટકોર કરી હતી આ મુલાકાત દરમ્યાન ડો.દશઁનભાઈ ઢેઢી,ડો.સંજયભાઈ ખીમાણી ફામાઁ ટી.એન.રાઠોડ તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.તમામ કામગીરી ની ઉડી સમજણ અને ગૃહ મુલાકાત પર ભાર મુકવામાં આવ્યો હતો.આમ ડો.રાકેશભાઈ વૈધની મુલાકાત માગઁદશઁન ભવિષ્ય ના આયોજન અને કમઁચારી એ કોરોના વોરીયર્સ તરીકે કામગીરી કરી તેને બીરદાવીને એક હકારાત્મક ઉર્જા પણ આપી ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here