સિહોર તાલુકા કાનૂની સેવા સમિતી દ્વારા ગાંધી જ્યંતી નિમિતે સ્વચ્છતા અભિયાન

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ન્યાય મંદિર દ્વારા સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ બાર એસોસિએશન ના સયુંકત ઉપક્રમે ૨ ઓક્ટો ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુના જન્મ જ્યંતી પ્રસંગે સિહોર ન્યાય મંદિર ના સિનિયર વિદ્વાનન્યાયમૂર્તિ શ્રી એસ. કે.વ્યાસ સાહેબ અદયક્ષ શ્રી ના માર્ગદર્શન હેઠળ ગાંધી જ્યંતીના દિવસે સ્વચ્છતા અભિયાન સિહોર નગરપાલિકાના નાનાસાહેબ પેશ્વા સાહેબ ત્રિકોણ બાગ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું જેમાં કાનૂની સેવા સમિતિના સેક્રેટરી શ્રી વિજયભાઈ સોલંકી ની ખાસ ઉપસ્થિત માં પેરાલીગલ વોલિયન્ટરસ ના હરીશભાઈ પવાર.આનંદભાઈ રાણા.રાજુભાઇ આચાર્ય. કેશુભાઈ. અતુભાઈ.યુવરાજભાઈ તેમજ પાલિકાના બગીચા ના સુપર વાઇઝર ભરતભાઇ રાઠોડ. કર્મચારીબહેનો પણ કાર્યકમ માં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here