મુરઘી મચ્છી વેંચતા ધંધાર્થીઓ બાખડયા, ગતરાત્રીએ ગ્રાહક માટે થઈને ધબ્બા-ધબ્બી બોલી


હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરની જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ રોજબરોજ એક પછી બનાવો અને ઘટના જે રીતે સામી આવી રહી છે તે ચિંતાજનક છે છેલ્લા દિવસોમાં મર્ડર ફાયરિંગ અને ગઈકાલે ઘાંચીવાડ વિસ્તારમાં જે રીતે હથિયારો ઉડયા અને એક શખ્સ પર જે રીતે જીવલેણ હુમલો થયાની ઘટના બની છે તે જોતા લોકોમાં એક પ્રકારે ડરનો માહોલ ઉભો થતો હોવાનું દેખાઈ છે ગઈકાલે સિહોરના ઘાંચીવાડ વિસ્તારમાં એક શખ્સ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના બની હતી બે થી ત્રણ શખ્સો મુરઘી વેંચતા શખ્સ પર તૂટી પડ્યા હતા જે શખ્સને ગંભીર ઇજા થઇ હતી અને સારવાર માટે સિહોરની સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની વિગત એવી છે.

સિહોરના ઘાંચીવાડ વિસ્તારમાં રોડની વચાણે કેટલાક વેપારીઓ લારી અને દુકાનો મારફત મુરઘી અને મચ્છીનું વેચાણ કરે છે જ્યાં ગઇકાલે ગ્રાહક માટે થઈ બે વેચાણ કરતા વચ્ચે બબાલ થઈ હતી અને બબાલમાં એક સમયે મોટું સ્વરૂપ ધારણ થતા જાહેરમાં મારામારી અને ધમાલ મચી હતી જેમાં એક શખ્સને ઇજા ગંભીર થતા જેઓને સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ સમગ્ર ઘટનામાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે ઉલ્લેખનીય છે કે સિહોરમાં છેલ્લા થોડા દિવસથી એક પછી એક ઘટનાઓ બની રહી તેને લઇ લોકોમાં ચિંતા પ્રસરી છે બનાવમાં રાજુ અને રસિક નામના વેચાણ કરતા શખ્સોના નામો ચર્ચામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here