સિહોરનું ખાંભા ગામ ૧૭મી સદીમાં જીવે છે, એક પણ કંપનીનું નેટવર્ક આવતું નથી, ખેડૂતોને મગફળીનું રજિસ્ટ્રેશન કરવા ડુંગરો પર ચડવું પડે છે

બ્રિજેશ ગૌસ્વામી
આપડે ગમે તેટલી ગતિશીલ અને ડિજિટલની વાતો કરીએ પરંતુ ૧૭મી સદીનું વાસ્તવિક ચિત્ર નકારી શકાય તેમ નથી ભલે ને બૂમ-બરાડાઓ પાડી પાડી વિકાસ અને સંવેદનશીલતાના નામે દેકાર પડકારાઓ કરીએ પરંતું સત્ય આખરે સત્ય હોઈ છે ખેડૂતો પર જાણે કુદરત રૂઠયો હોઈ તેમ મુશ્કેલીઓ પીછો છોડતી નથી કમોસમી વરસાદે સોથ બોલાવી દીધો અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની હાલત નહીં ઘરના નહિ ઘાટ જેવી સ્થિતિ થઈ છે બીજી તરફ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાતો કરી એમની તારીખો જાહેર થઈ તા ૧ થી ૨૦ સુધી મગફળી રજિસ્ટ્રેશન શરૂ થયું ત્યાં વીસીઈ ઓપરેટરોએ પગ ભરાવ્યા અને પોતાની માંગણીઓની માંગ સાથે સરકાર સામે બાયો ચડાવી અને એમ કહેવાય કે નગારે ઘાં કર્યો સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત ઓપરેટરો હડતાળ પર જવાનું એલાન કરી દેતા ખેડૂતોની સ્થિતિ જાયે તો જાયે કહા તેવી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે સિહોરના ખાંભા ગામે એક પણ મોબાઈલ કંપનીના નેટવર્ક પ્રોબ્લેમના કારણે ખેડૂતો હાલત કફોડી બની છે હાલ ખેડૂતોને મગફળી નોંધણી માટે તેમજ પાક નુકશાનની ઓનલાઈન નોંધણી કરવામાં આવી રહી છે ત્યારે ખાંભા ગામનાં ખેડૂતોને ૨ કીમી દુર ડુંગરની ટોચ ઉપર ધોમ તડકામાં બેચીને ઓનલાઈન નોંધણી કરવાની ફરજ પડે છે કોઈ કંપનીનું નેટવર્ક નહિં આવતું ખાંભા ગામ હજી ૧૭ મી સદીમાં જીવે છે તેવો આભાસ લોકોને થઈ રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here