વૃક્ષોને આયુવેર્દિક તેમજ વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉછેર અને જતન કરવાના શપથ


હરેશ પવાર
સિહોર દાદાનીવાવ નજીક ભારત સોસાયટીની આગળના ભાગે જે છેલ્લા ૪૦ વર્ષથી ગેરકાયદેસર કેબીનો સહિત દબાણો થયેલ જે દબાણોને સિહોર પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા, પોલીસ તંત્ર, દ્વારા દબાણો હટાવીને જગ્યાને ખુલ્લી કરાઈ હતી જમીન પર પર્યાવરણ જાળવણી અંગે સોસાયટી દ્વારા ગઈકાલે રવિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ મથકના મહિલા અધિકારી ફોરેસ્ટર વિભાગ, નગરપાલિકાના પ્રમુખ વી.ડી.નકુમ અલ્પેશભાઈ ત્રિવેદી. રૂપલબેન રાઠોડ ખાસ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

અહીં સોસાયટી દ્વારા ઉપસ્થિત ઉચ્ચ અધિકારી પદાઅધિકારીઓને પુષ્પગુચ્છ સાથે સન્માન તેમજ ભારત માતાની તસ્વીર મોમેન્ટ તરીકે આપવામાં આવેલ અહીં વૃક્ષોને આયુવેર્દિક તેમજ વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉછેર અને જતન કરવાના શપથ લેવાયા છે આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ ટ્રસ્ટીગણ આગેવાનો મહાનુભાવો આમંત્રિતો સહિત ઉપસ્થિત રહેલ આયોજન હરદેવસિંહ વાળાએ ભારે જહેમત ઉઠાવી હતી અને સોસાયટીના તમામ પરિવારજન સદસ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here