સિહોર નગરપાલિકા કચેરી રોશનીથી ઝળહળી ઉઠ્યું, આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ થશે, કાર્યક્રમની તૈયારીઓનો આખરી ઓપ


હરેશ પવાર
સિહોર નગર પાલિકાનું સેવાસદન અટલ ભવન કચેરી બિલ્ડીંગનું આવતીકાલે ઇ-લોકાર્પણ થવાનું છે સમગ્ર કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓનો આખરી ઓપ દેવાયો છે કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો હાજર રહેશે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કચેરીનું ઇ-લોકાર્પણ કરશે કાર્યક્રમને તમામ તૈયારીઓ કચેરીના પટાંગણ શરૂ થઈ છે બિલ્ડીંગને રોશની અને લાઇટિંગ સાથે ઝળહળાટ કરવામાં આવ્યો છે મંડપ સાથે લોકાર્પણ કાર્યક્રમની તમામ તૈયારીઓનો આખરી ઓપ દેવાયો છે

બિલ્ડીંગની બીજી વખત લોકાર્પણ.?

અટલ ભવન બિલ્ડીંગનું બીજી વખત લોકાર્પણ થવા જઈ રહ્યું છે અગાઉ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે લોકાર્પણ કાર્યક્રમનો તખ્તો ઘડાયો હતો તકતીઓ પણ બની ચુકી હતી તૈયારીઓ થઈ ચૂકી હતી પરંતુ અંદરો-અંદરના વિખવાદોના કારણે અચાનક કાર્યક્રમને બંધ રખાયો હતો હવે ફરી આવતીકાલે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે લોકોમાં અનેક સવાલ ઉઠવા પામ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here