સિહોરમાં દલિત અધિકાર મંચ દ્વારા કેન્ડલ માર્ચ : હાથરસ કાંડ અને રાપરની ઘટનામાં આરોપીઓને ફાંસીના માંચડે લટકવો અને પીડીત પરિવારને ન્યાય આપોની માંગ

હરેશ પવાર
સિહોર શહેરમાં ગૂંદાળા ખાતે મોટી સંખ્યામાં અનુ.જાતી સમાજના અગ્રણીઓ,યુવાનો, મહિલાઓ એકઠા થયા હતા ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો. દલિત સમાજની આ દીકરીને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા થાય તે માટે માંગણી કરી હતી. ઉપરાંત સૌએ ભેગા મળી કેન્ડલ માર્ચ કરી અને મૃતક ને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. ગેંગરેપના આરોપીઓને નિર્ભયા કેસ જેવી ફાંસીની સજા થાય તેવી સર્વે એ માંગણી કરી હતી. હાથરસ જિલ્લાના એક ગામમાં ૧૪ સપ્ટેમ્બરએ રોજ સવારે ૧૯ વર્ષીય યુવતી ગાય માટે ઘાસચારો લેવા બાજરાના ખેતરમાં ગઈ હતી ત્યારે  નરાધમોએ તેની ઉપર ગેંગ રેપ કર્યો હતો.

યુવતી પર જીવલેણ હુમલો કરતા યુવતી ૧૫ દિવસ જેટલો સમય મોત સામે ઝઝુમ્યા બાદ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે મોત સામેનો જંગ હારી ગઇ હતી. નિર્ભયા ગેંગરેપની જઘન્ય યાદોને તાજી કરતી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે ત્યારે સિહોરના ગુંદાણા વિસ્તારમાં દલિત અધિકાર મંચ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઇ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલી અર્પી હતી હાથરસ અને રાપર બન્ને ઘટનાના ગુનામાં સંકળાયેલા આરોપીઓને ઝડપથી ફાંસીની સજા કરવામાં આવેની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here