સિહોર નગરપાલિકાનું અગાઉ ધામધૂમથી લોકાર્પણ થઈ ચૂક્યું છે : પ્રજાના પૈસે તાયફાઓમાં શાસકો ભાન ભૂલ્યા : વિપક્ષ

હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
બે બળુકાઓની લડાઈમાં કોની જીત થઈ તે બતાડી દેવામાં કાર્યક્રમનું આયોજન, અગાઉ લોકાર્પણ થઈ ચૂક્યું છે, આજના કાર્યક્રમના તમામ પેમેન્ટ રોકી દયો : વિપક્ષ મેદાને

સિહોર નગરપાલિકાનું આજે ઈ-લોકાર્પણદના કાર્યક્રમમાં પ્રજાના પરસેવાના પૈસે તાયફાઓમાં મશગુલ આ શાસકો ભાન ભુલી ચુક્યા છે . અગાઉ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવેલ અને તે સમયે ભાજપાના સભ્યોનો આંતરીક વિખવાદ સપાટી પર આવી ગયેલ અને એકજુથ દ્વારા આ કાર્યક્રમ રોકવા માટે દોડધામ કરી ચુકેલા અને છેલ્લા દિવસે ગાંધીનગરથી કાર્યક્રમ કોરોનાના કારણે ૨દ કરવાના આદેશ કરવામાં આવેલ . જયારે બીજુ જુથ સમગ્ર રાજકારણને સમજી જતાં તાત્કાલીક અસરથી પૂર્વ પ્રમુખ દ્વારા સમગ્ર બિલ્ડીંગના લોકાર્પણનો કાર્યક્રમ કરી નાખવામાં આવેલ અને તેમની સાથે ભાજપાના ૨૩ સભ્યો તેમજ કોગ્રેસ પક્ષના સભ્યો સાથે રહી અને પ્રમુખશ્રી , ચીફ ઓફીસરશ્રી , ચેરમેનશ્રી , વિપક્ષના નેતાશ્રી તેમજ મીટીંગ હોલનું લોકાર્પણ ધામધુમથી મંત્રોચાર , સુત્રોચાર તેમજ મીઠા મોઢા કરાવી અને રંગેચંગે લોકાર્પણ કરવામાં આવેલ .

આમ તે સમયના પ્રમુખે પોતાના ૨૩ સભ્યોને સાથે રાખી અને શકિત પ્રદર્શન કરેલ . આ સમયે પ્રેસ મીડીયા , પ્રીન્ટ મીડીયા વગેરે ને સાક્ષી તરીકે સાથે રાખવામાં આવેલ . ત્યારબાદ સાંજના સમયે પૂજય ગાંધીજી તેમજ વાજપાઈજીના પ્રતિમાને પણ ખુલ્લી મુકવામાં આવેલ . આમ સમગ્ર કાર્યક્રમ સિહોર તથા ગુજરાતની જનતાએ મીડીયા ધ્વારા નીહાળ્યું . તેમજ વોટસએપમાં પણ ફોટા વાઈરલ શાસક પક્ષ દ્વારા જ કરવામાં આવેલ . તે સમયે પણ નગરપાલિકાના ભંડોળમાંથી મોટી એવી રકમનો ખર્ચ કરવામાં આવેલ આજે આ કાર્યક્રમ ફરી વખત કરવાનો આદેશ કરી અને બે બળુકાઓની લડાઈમાં કોની જીત થઈ તે બતાડવા માટેનો કાર્યક્રમ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે . કારણ કે જયારે ૨૩ સભ્યાએ સાથે રહીને શકિત પ્રદર્શન કર્યું હોય ત્યારે આજના આ કાર્યક્રમ પાછળ ફરી પાછો લાખો રૂપીયાનો ધુમાડો કરી અને પ્રજાના પરસેવાના ટેક્ષ રૂપે આવતા પૈસાનું પાણી કરવાનો તમને કોણે અધિકાર આપ્યો છે ?

પરંતુ આ વર મરો કન્યા મરો ગોરનું તરભાણું ભરો ” તેવો ઘાટ જોવા મળે છે . કોરોનાના કારણે ગાંધીનગરથી જે કાર્યક્રમ રદ કરવાના આદેશ આવેલા તે જ આદેશ હાલમાં એટલા જ પ્રમાણમાં કોરોના સક્રિય હોવાછતા આ કાર્યક્રમ કરવાની મંજુરી આપવામાં આવે છે . લોકાર્પણનો મતલબ કોઈપણ નવું સંકુલ કે નવ નિર્માણ પામતી જગ્યાને લોકોને અર્પણ કરી અને લોકો તેનો બીજા દિવસથી ઉપયોગ કરતા થઈ જાય તેને લોકાર્પણ કહેવાય જયારે અહીં તો તા . ૧૭/૮/૨૦૨૦ થી સમગ્ર બિડીંગની ઓફીસો કાર્યરત છે . તો આને લોકાર્પણ કહેવાય ? આમ બંને જુથની લડાઈમાં જો જીતા વહી સીકંદર અને રાતોરાત તખ્તીઓ બદલાઈ ગઈ એજ બતાવે છે કે પ્રજાના મતો લઈ પોતાનો અહમ સંતોષવા લોકોના લાખો રૂપીયાનું આંધણ કરવામાં આવેલ છે તમામ બાબતોને ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ લોકાર્પણના કાર્યક્રમમાં થનાર ખર્ચના બીલો ગેરકાયદેસર હોય નગરપાલિકાના સાધારણ સભાની મંજુરી વગેર મર્યાદા બહારનો ખર્ચ હોય આ પેમેન્ટ રોકી દેવા વિપક્ષે માંગ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here