લોકડાઉનના કારણે આર્થિક વ્યવસ્થા ભાંગી પડી તહેવારો કેવા જશે? વેપારીઓ ચિંતાતૂર

ગત વરસની સરખામણીમાં પ૦ ટકા ઘરાકી જામે તોય મોટી આર્થિક રાહત મળી રહેશે તેવી વેપારીઓને આશા


દેવરાજ બુધેલીયા
લોકડાઉન બાદ હાલમાં સમગ્ર દેશમાં અનલોકમાં છુટછાટ મળી છે. પરંતુ સિહોરમાં છેલ્લા પાંચ માસથી કોરોનાના કેસો વધતા સંક્રમણને અટકાવવા તકેદારીરૃપે લોકો ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળી રહ્યા છે. હાલમાં સોનાના ભાવ ઓછા થયા હોવા છતાં સોની બજારમાં સુસ્તીનો માહોલ યાથાવત રહ્યો છે.કોરોનાના પગલે આ વર્ષે અનેક લગ્નો મોકુફ રહ્યા બાદ સમયાંતરે અનલોક તબક્કામાં છુટછાટ મળતા લગ્ન પ્રસંગો શક્ય બન્યા છે. મળતી માહિતી મુજબ મોટા ભાગના લગ્નો નવેમ્બર ડિસેમ્બરમાં યોજાનાર છે તેમ છતાં હજુ પણ તેનીખરીદીની ચમક બજારમાં દેખાઈ નાથી થોડા સમયમાં  થયેલા સોનાના ભાવ આસમાને આંબ્યા હતા પરંતુ છેલ્લા સપ્તાહથી પીળુ ધાતુના ભાવોમાં ઘટાડો આવ્યો છે તેમ છતાં સોની બજારમાં હજુ રોનક આવી નથી.

જો કે લગ્નસરાની સીઝન પહેલાં ઘરાકીમાં તેજી આવશે તો ગ્રાહકોની સુરક્ષા તાથા કોરોનામાં તકેદારીરૃપ નિયમોની અમલવારી માટે શો રૃમના સંચાલકોએ તમામ તૈયારીઓ કરી દીધી છે પરંતુ સિહોરમાં જાગૃતોમાં કોરોનામાં તકેદારીના પગલાં અને કોરોના સંક્રમણના હાઉના કારણે બજારમાં સુસ્તીનું વાતાવરણ થયાવત રહેવા પામ્યું છે. મળતી માહિતી મુજબ અમુક વેપારીઓ આગામી તહેવારો નવરાત્રિ અને દિવાળીના દિવસોમાં તેજી આવશે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે વેપારીઓને આ મુર્હુતો દરમિયાન પણ ખાસ ઘરાકીની અપેક્ષા નથી.

અનુભવી વેપારીઓના મતે નવરાત્રિ અને દિવાળી જેવા મહા પર્વોમાં ઘરાકીની આશા સેવાય છે પરંતુ આ સમયે સોનાનો ભાવ વાધારો નડે તેવી પણ શક્યતા છે. અત્રે ઉલ્લેખનિય છે ગત વર્ષની તુલનાએ આ વર્ષે તહેવારોમાં પણ પ૦ ટકા પણ ઘરાકી નીકળે તો આિાર્થક મંદિની થપાટ ખાતા આ વ્યવસાય સાથે સંકડાયેલા ધંધાર્થીઓને રાહત મળે એમ છે. જો કે, સંપૂર્ણ પરિસિૃથતિ યાથાવત થતા એકાદ વર્ષ તો સામાન્ય રીતે થઈ જ જશે. ત્યાર બાદ કદાચ સોનાના ભાવમાં ઘટાડો થાય અને ઘરાકી જામે એવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here