ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુથ કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા કાર્યક્રમનું આયોજન, સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ અપાયું

દેવરાજ બુધેલીયા
સિહોર ખાતે ભાવનગર ગ્રામ્ય યુથ કોંગ્રેસ આયોજિત સરકારી હોસ્પિટલ ખાતે કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આજે ૨૮મી ડીસેમ્બર એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ આ દિવસે ૧૩૫ વર્ષે પહેલા કોંગ્રેસ ની સ્થાપના કરવામાં આવી હતી અને ભારતની આઝાદી ની લડત શરૂ કરાઇ હતી આજે ૧૩૫ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુથ કોંગ્રેસ દવારા આજે શનિવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ જગદીશભાઇ છેલાણા અધ્યક્ષતા સિહોર સીએચસી સરકારી હોસ્પિટલ ખાતે દદીઁઓને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ હતુ જેમા ખાસ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, સિહોર નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતાશ્રી કિરણભાઈ ઘેલડા,પ્રદેશ સહમંત્રી જયરાજસિંહ મોરી,ભાવનગર જીલ્લા યુથ કોંગ્રેસ મંત્રી માનશંગભાઇ ડોડીયા, દિનેશભાઇ પટેલ,ચેતનભાઇ ત્રિવેદી,ધમભા કનાડ, ડી.પી.રાઠોડ યુવરાજ રાવ, રાજુભાઈ ગોહેલ, પ્રદિપસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here