કાર્યક્રમમાં રાજકીય આગેવાનોની પાંખી હાજરી ઉડીને આંખે વળગી


દેવરાજ બુધેલીયા ; બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના નવનિયુક્ત અટલ ભવનનું આજે ઈ-લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે કરવામા આવ્યું હતું. આ ઈ-લોકાર્પણ માટે ગુજરાત રાજ્ય ના મત્સ્ય ઉદ્યોગમંત્રી પુરુષોત્તમભાઇ સોલંકી, ભાવનગર લોકસભા ૧૫ ના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળની શુભેચ્છાઓ સાથે કરવામાં કાર્યક્રમ યોજાયો હતો.

ગાંધીનગર ખાતે ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા ગુજરાત પ્રદેશ યુવા નેતા ધવલભાઈ દવે પણ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ ગુજરાત રાજ્ય ખાદિગ્રામ ઉદ્યોગના ડિરેકટર ચિથરભાઈ પરમાર, ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગભાઇ મકવાણા, કમિશનર યોગેશભાઇ, અધિક કલેક્ટર તેમજ મામલતદાર નીનામા ચિફ ઓફિસર જે એલ દવે અને મારકણા્ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ આ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં અત્યાર સુધીના જેટલા પણ નગરપાલિકાના પ્રમુખ પદ પર રહી ચૂક્યા છે તે સૌનું સન્માન મોમેન્ટો આપીને નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આટલું મોટું બિલ્ડીંગ આટલો ખર્ચો વચ્ચે કાર્યક્રમમાં રાજકીય આગેવાનોની પાંખી હાજરી ઉડીને આંખે વળગી તેવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here