ગઈકાલે ઇ-લોકાર્પણ સમયે મુખ્યમંત્રીએ સંદેશો આપ્યો કે આવતા ૬ માસ સુધીમાં દરેક વિસ્તારના ઘર ઘર સુધી પાણી પોહચાડવું,

મુખ્યમંત્રીના સંદેશાને લઈ પાલિકા પ્રમુખ તેમજ તંત્ર દ્વારા આજથી જ લોકોને ઘર ઘર સુધી પાણી પોહચે તે માટેની વ્યવસ્થામાં લાગ્યા

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા પાલિકાનું ગઈકાલે મુખ્યમંત્રી હસ્તે ઇ-લોકાર્પણ યોજાયું હતું કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ નગરપાલિકા વિભાગોને એક સંદેશો આપવામાં આવ્યો હતો કે રાજ્યમાં નળ સે જળ અંતર્ગત શહેરના એક પણ વિસ્તારમાં એક પણ ઘર પાણી કે કનેકશન વિહોણું ન હોવુ જોઈએ આવતા ૬ માંસ સુધીમાં સિહોરમાં ૧૦૦ ટકા નળ કનેકશન સાથે ઘર ઘર સુધી પાણી પોહચાડવા માટેનું આયોજન કરવાના મુખ્યમંત્રીના સંદેશા આજે બીજા જ દિવસે સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ તેમજ તંત્ર વિભાગના અધિકારી પુરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા શહેરના ફિલ્ટર પ્લાન્ટ તેમજ શહેરના લોકોને જે ટાંકાઓ માંથી પાણી પૂરું પાડવામાં આવે છે તે સ્થળે રૂબરૂ મુલાકાત લીધી હતી.

જરૂરી ચર્ચા વિચારણા કરી આવતા દિવસોમાં સિહોરના લોકોને કઈ રીતે ઘર ઘર સુધી રેગ્યુલર પાણી પોહચાડી શકાય તે માટેના આયોજન અને જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈએ કહું હતું કે નગરપાલિકા ના કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર, પાણી પુરવઠા વિભાગ સુપરવાઇઝર ને સાથે રાખી ને શહેરના ૫ ઝોન જે છે તેમાંથી માંથી ૨ ઝોનની મુલાકાત લેવામાં આવી તેમજ રાજીવનગર ના ૩૦ લાખ લિટર ના ટકાનું પાણી વહેલી તકે જનતા ને મળી રહે તે માટે વિવિધ વોર્ડ વાઇસ પણ મુલાકાત લઈ રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું ત્યારે આવતા ૬માસ માં ૧૦૦ ટકા નળ જોડાળ સાથે સિહોરમાં વિકાસ અગ્રેસર બનશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here