નાગરિકોને હવે કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિઃ ૨૨ જેટલી વિવિધ સેવા ઉપલબ્ધ


દેવરાજ બુધેલીયા
સિહોર સહિત જિલ્લાના ૧૦૪ જેટલા ગામોમાં ડીજીટલ સેવાસેતુનો પાયલોટ પ્રોજેક્ટ તરીકે પ્રારંભ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોને ઘેરબેઠા ૨૨ જેટલી વિવિધ સરકારી સેવાનો લાભ મળશે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ઈ-લોન્ચીંગ કરશે. ‘માનવી ત્યાં વિકાસ’ અને ‘વંચિતોના વિકાસ થકી દેશના વિકાસ’ અગ્રેસર રાખી રાજય ના તમામ ગામડાઓને શહેરી દરજ્જાની સુવિધાઓથી સજ્જ કરવાની નેમ સાથે કાર્યરત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા વિકાસના પથ પર એક કદમ આગેકુચ કરી રાજયના ગ્રામ્ય વિસ્તારમાં ડિઝીટલી ક્રાંતીના મંડાણ કરાઇ રહ્યા છે. રાજયના જરૂરીયાતમંદ લોકોને મળતી સરકારી સહાય યોજના માટે જરૂરી આનુષંગીક દસ્તાવેજો અને દાખલાઓ માટે તાલુકા કે શહેર કક્ષાએ આવેલી કચેરીઓની મુલાકાત લેવી ન પડે અને એક જ સ્થળે તેઓના તમામ મુશકેલીઓનું નિવારણ થાય.

માટે નિર્ણાયક અને પારદર્શક વહિવટની અમલી બનાવવા કૃતનિશ્ચયી મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ તબક્કાવાર સેવાસેતુનો પ્રારંભ કરાવેલો હતો. આ સફળ અને પરીણામલક્ષી યોજનાને આગળ વધારતા હાલની આધુનિક ડિઝીટલ ક્રાંતીનો વિનયેાગ વંચીતોને સહાયરૂપ બનવા કરાયો છે. આ આયોજન અન્વયે રાજયના કુલ ૧૬૭ તાલુકાઓના ૨૭૯૧ ગામડાઓમાં ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકાઓના ૧૦૪ ગામડાઓનો સમાવેશ કરાયો છે. ઉલલેખનીય છે કે સેવાસેતુ અન્વયે રાશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા, સરનામું બદલાવવું, રાશનકાર્ડ અલગ કરવું, ભાષાકિય લધુમતીનો દાખલો, ધાર્મિક લઘુમતીનો દાખલો, આવકનો દાખલો, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર મુખ્યમંત્રી કૃષિ સહાય માટેનો દાખલો વગેરે જેવી ૨૨ જેટલી સેવાઓ હવે ડિઝીટલી સેવાસેતુ અન્વયે હવે ગ્રામ્ય વિસ્તારમાં આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here