સિહોર રેલવે સ્ટેશન રોડ પર અંધારાના ઓળા છે, સંળગ થામલાઓ પર લાઈટો બંધ છે, એજન્સીઓને જમાઈને જેમ સાચવવાની શુ છે જરૂર : મુકેશ જાની

હરેશ પવાર
સિહોર નગરપાલિકાના હાલના શાસકો કોરોનાની ઐતી તૈસી કરી ઉદધાટનો અને નગરપાલિકા આપના દ્વારે જેવા નાટકો કરે છે . જયારે ખરી હકીકત તેમની નજર સામે પડેલા કામોની અનદેખી કરવામાં આવે છે . નગરપાલિકામાં આઉટસોર્સીંગ થી કામ આપી વ્યાપક પ્રમાણમાં શાસકો દ્વારા ભ્રષ્ટાચાર થતો હોય અને તેની તપાસ પ્રાદેશિક કચેરીમાં ચાલતી હોય તેમ છતાં આવા કામે છેલ્લા પાંચ વર્ષથી લાઈટ વિભાગમાં નવી એલ.ઈ.ડી. લાઈટનો પ્રોજેકટ અમલમાં આવતા તેની સાથે થયેલ કરાર મુજબ એજન્સીએ સ્ટ્રીટ લાઈટને લગતી ફરીયાદોનો નિકાલ કરવાનો હોય છે . પણ શાસકોની ભ્રષ્ટ નિતી ને લઈને એજન્સી દ્વારા આ કામગીરી પોતાની મનસુકીથી કરતા હોય અને પોતાના નફા નુકશાનને ધ્યાનમાં રાખતા હોય , જેથી સિહોરની જનતા હેરાન પરેશાન થઈ ગયેલ છે.

નગરપાલિકાના ઉદઘાટનમાં રોશનીના ઝગમગારા પાછળ લાખો રૂપીયાનો ધુમાડો કરેલ છે . પણ છેલ્લા ૧૦ થી ૧૨ દિવસથી રેલ્વે સ્ટેશન , પ્લોટ વિસ્તાર વોર્ડ નં . ૪ મો ૧૨ થી ૧૫ લાઈટો બંધ છે . જયારે કિકેટ છાપરી વિસ્તારમાં સળગ છ થાંભલાઓ બંધ હાલતમાં છે . જેના કારણે રાતના સમયે આ જગ્યા પર આવારાતત્વોનો અડો બની ગયેલ છે . અવાર નવાર ફરીયાદ કરવા છતા એજન્સી દ્વારા કામ અંગે નનૈયો ભણવામાં આવે અને કાયદા બતાવવામાં આવે છે . જયારે નગરપાલિકા એજન્સીને જમાઈની જેમ સાચવે છે , કારણ કે જયારથી એજન્સીની કામગીરી શરૂ થઈ ત્યારથી આજદિન સુધી નગર પાલિકાનું ઈલેકટ્રીક લેડર , તેમાં વપરાતું ડીઝલ અને મેન્ટેનન્સનો ખર્ચ અને ડ્રાઈવર તેમજ ૩ થી ૪ નગરપાલિકાના કર્મચારીઓનો સ્ટાફ બીનજરૂરી નગરપાલિકાની જવાબદારી ન હોવા છતા ફાળવવામાં આવેલ છે.

આમ નગરપાલિકાને રટાફની તાતી જરૂર હોવા છતા ખાવો સ્ટાફ એજન્સીને ફાળવવામાં કોનું હીત સમાયેલું છે ? અંદાજે પ્રતિ દિવસ ૩ થી ૪ હજારનું ભારણ નગરપાલિકા ઉપર નાખીને ખા શાસકો કોનું હીત કરવા બેઠા છે ? બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલીક અસરથી વોર્ડ નં . ૪ ની સ્ટ્રીટ લાઈટો શરૂ કરાવવામાં આવે અને બીનજરૂરી નગરપાલિકાનો સ્ટાફ તેમજ વાહનો એજન્સી પાસેથી પરત ખેંચી લેવામાં આવે . તેમજ જયારથી એજન્સી ચાલું થઈ છે ત્યારથી તેમને ફાળવેલ સ્ટાફ તેમજ વાહન વગેરેનો અંદાજીત ખર્ચ નકકી કરી એજન્સી પાસેથી વસુલવામાં આવે અને નગરપાલિકાના સ્વભંડોળમાં જમા કરાવવામાં આવે . અન્યથા વિપક્ષ દ્વારા ઉચ્ચસ્તરે રજુઆત કરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here