બાર એસોસિએશન દ્વારા સિહોર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ, સમગ્ર મામલે વકીલોની આંદોલન કરવાની પણ ચીમકી


હરેશ પવાર
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામાના કાયદામાં મનસ્વી રીતે કાયદાની જોગવાઈઓનો ભંગ કરી સોગંદ ઉપર અલગ-અલગ ૨૨ પ્રકારના સોગંદનામા કરવાની વધારાની સત્તાઓ આપવામાં આવી છે જેનો સમગ્ર રાજ્યમાં ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે સિહોરમાં પણ વકીલો સહિત બાર એસોશીએશન દ્વારા તેનો સખ્ત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કર્યો હતો અને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ અંગે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ સોગંદનામાનો કાયદો ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં સુધારો કરવાની પ્રક્રિયા લોકસભા તેમજ રાજ્યસભામાં સુધારો કર્યા બાદ કરવામાં આવે છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા માત્ર સામાન્ય ઠરાવ કરીને તલાટીને સોગંદનામું કરવાની વિશાળ સત્તાઓ આપી દેતાં નોટરીઓ અને સમગ્ર વિકલઆલમને અન્યાય થયો છે.

જેના કારણે પ્રજાને પણ તકલીફ પડી શકે તેમ છે. તલાટીઓને રેવન્યુના તમામ સત્તાઓ અને અિધકારો આપેલ છે જેમાં ૨૨ પ્રકારના સોગંદનામાની વધારાની સત્તાઓ આપવાની રેવન્યુને લગતાં ખોટા સોગંદનામાઓ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને ભ્રષ્ટાચાર પણ વધી શકે છે. આથી આ સુધારો પરત લેવાની માંગ સાથે સિહોર બાર એસોશીએશન દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ તકે બાર એસોશીએશનના કમલેશભાઈ રાઠોડ, જીતુભાઇ કરમટીયા, ભાવિનભાઈ ડાભી, ફરીદાબેન પઢીયાર સહિતનાઓ ઉપસિૃથત રહ્યાં હતાં. સમગ્ર મામલે વકીલોએ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here