આવાસ યોજનામાં ભષ્ટાચાર, ગટરની વિજિલન્સ તપાસ, પાલિકામાં ઇથોસ કંપનીના કામ કરતા ૨૦ કર્મીઓનો પગાર મામલો સાધારણ સભામાં ગુંજયો, નગરપાલિકા ફાયર ફાયટરના સાધનો મામલે મુકેશ જાનીની ધબઘબાટી,


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા ખાતે મળેલી સાધારણ સભામાં અનેક મુદ્દે હોહા થઈ હતી આજે નગરપાલિકાના પટાંગણમાં પાલિકા પ્રમુખ અને અધિકારી મારકણાની ઉપસ્થિતમાં મળેલી સાધારણ સભામાં વિપક્ષે અનેક મુદ્દે શાસકોને આડે હાથ લીધા હતા ખાસ કરીને બેઠકમાં બે દિવસ પહેલા ચોગઠ ગામે કાળુભારમાં નદીમાં બનેલી ઘટનાના સમગ્ર મામલે સિહોર ફાયર સેફટી સાધનો મામલે દેકારો મચ્યો હતો જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓમાં વ્યાપક ભષ્ટાચાર થાય છે લોકો પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવા છતાં કામો થતા હોવાનું ખુલ્લા આક્ષેપો થયા હતા નગરપાલિકામાં ઇથોસ નામની કંપનીના ૨૦ જેટલા કર્મીઓ કામ છે જેના પગાર મામલે ભષ્ટાચાર થતી હોવાની વાત સામે આવી હતી કર્મચારીઓને આઠ થી દસ હજાર જેવી રકમ મળે છે.

જ્યારે જેમના નામે ચૌદ થી પંદર હજાર રૂપિયા પગારના નામે ઉધરતા હોવાની વાત મુકેશ જાનીએ કરી હતી અને કહ્યું હતું કે વચ્ચે હજારો રૂપિયાઓની મલાઈ કોણ ખાઈ છે તેની તપાસ કરોની માંગ કરી હતી જ્યારે નગરપાલિકામાં કરોડોનો ચકચારી ગોટાળો ગટર યોજના મામલે અનેક સવાલો ઉપસ્થિત કર્યા હતા અને ગટરના ગોટાળાની તપાસ ક્યાં પોહચી તે માટેના વૈધિક સવાલો વિપક્ષ દ્વારા ઉઠાવ્યા હતા ખાસ કરીને બેઠકમાં ફાયરનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો બે દિવસ પહેલા ચોગઠ ગામે કાળુભાર નદીમાં ચાર વ્યક્તિ ડૂબ્યા હતા જેની બચાવ કામગીરી કરવા માટે સિહોર ફાયર ફાયટર વિભાગ બચાવ કામગીરોમાં જોડાયો હતો.

જોકે સિહોર ફાયર ફાયટર પાસે બચાવ કામગીરીના એક પણ સાધનો નહિ હોવાથી ચોગઠના ગ્રામજનો રોષે ભરાયા હતા અને જે રોષનો ભોગ સિહોર ફાયરના કર્મીઓ બન્યા હતા અને એક સમયે બચાવમાં ગયેલી સિહોર ફાયટરની ટિમ પાસે બચાવના કોઈ સાધનો ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ પ્રવર્તયો હતો અને એક સમયે કર્મીઓ સાથે ગેરવર્તુક પણ થઈ હતી જે સમગ્ર ઘટનાને લઈ વિપક્ષ દ્વારા સિહોરના ફાયર ફાયટરોમાં અનેક સુવિધાના અભાવે અસુવિધાના કારણે કર્મચારોઓને રોષનું ભોગ બનવું પડે છે જે મામલે વિપક્ષે અનેક સવાલો ઉભા કરીને સાધનો વસાવી લેવાની માંગ કરી હતી આમ સાધારણ સભામાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચાઓ થઈ હતી

સાધારણ સભામાં ચેરમેનપદોની નિમણુંક

આજે મળેલી સાધારણ સભામાં કારોબારી ચેરમેન નટુભાઇ મકવાણા, ટાઉનપ્લાનીંગ ચેરમેન દિપસંગભાઇ રાઠોડ, વોટરવર્કસ ચેરમેન અલ્પેશભાઇ ત્રિવેદી, બાંધકામ ચેરમેન પ્રિતિબેન વાઘેલા, આરોગ્ય ચેરમેન હંસાબેન પરમાર, દિવા-બત્તી ચેરમેન રેણુકાબેન જાનીની નિમણુંક થઈ હતી સિહોર નગરપાલિકા માં વિવિધ કમિટિના ચેરમેનની નિમણુક થતા શુભેચ્છાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here