સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભંડારીયાના વીર શહીદ પરિવારને ૯૦ હજારની સહાય કરી

મિલન કુવાડિયા
સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના તમામ રાષ્ટ્રપ્રેમી પ્રાથમિક શિક્ષક ભાઈઓ બહેનોના સહયોગથી ઘોઘા તાલુકાના ભંડારીયા ગામના વતની અને આસામમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા શક્તિસિંહ ગોહિલ ફરજ દરમિયાન શહીદ થયા હતા એમના પરિવારને ૯૦ રૂપિયાનો ચેક અર્પણ કરી શહીદને અંજલિ આપી હતી. આમ તો સેનાના જવાન શહીદ થાય તેની શહાદત તો અનમોલ હોય છે અને જવાન તો આ દેશને સમર્પિત થઈ પોતાનુ ૠણ ચુકવી દેતા હોય છે પણ આપણી સૌની નૈતિક ફરજ છે તેમના પરિવાર સાથે દુઃખમાં ઊભા રહેવુ જોઈએ.

સિહોર તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા સંઘના સંકલનથી શહીદના પરિવારને આર્થિક મદદરૂપ બની રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ અદા કરી છે. આજે ભંડારીયા મુકામે શક્તિસિંહ ગોહિલના નિવાસસ્થાને જઈ સંઘના પ્રમુખશ્રી ગજેન્દ્રસિંહ ચાવડા અને મહામંત્રી વિજયભાઈ ખમલ, ઉપપ્રમુખ પરાક્રમસિંહ ગોહિલ સાથે શિક્ષક અગ્રણીઓ મુકેશભાઈ કળોતરા, રાજેન્દ્રસિંહ સોલંકી, વિક્રમસિંહ પરમાર દ્વારા તેમના પિતાજીને ચેક અર્પણ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here