સિહોર ફિલ્ટર પ્લાન્ટનું ટેસ્ટિંગ શરૂ, આવતા દિવસોમાં લોકોને શુદ્ધ પાણી મળે તે દિશામાં સઘન પ્રયાસો

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરને શુદ્ધ પાણી મળી રહે તે દિશામાં પ્રયાસો શરૂ થયા છે વર્ષોથી લાખ્ખોના ખર્ચે ગૌતેમશ્વર તળાવ નજીક બનેલા ફિલ્ટર પ્લાન્ટ મામલે અગાઉ અનેક વખતો ચર્ચામાં રહ્યો છે વર્ષો સુધી ધૂળ ખાઈને બિસ્માર હાલતમાં પડેલો ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવાની તજવીજ શરૂ થઈ છે કરોડોના ખર્ચે બનેલા ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ થયું તે સમયે લીકેજ હોવાની વાત સાથે શરૂ થયેલ વિવાદ આજ સુધી ચાલ્યો અને ફિલ્ટર પ્લાન્ટના મુદ્દે વિપક્ષે અવાજ ઉઠાવીને શાસકોને ઘેરવાના પ્રયાસો કરેલા છે જેની નોંધ અખબારો અને મીડિયામાં પણ અનેકો વખત લેવાય છે પરંતુ આજ સુધી ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી.

સિહોર નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ વિક્રમભાઈ નકુમે જે દિવસથી પાલિકા પ્રમુખ તરીકે કાર્યભાર સાંભળ્યો તે દિવસથી ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સિહોર શહેરની જનતાને શુદ્ધ પાણી મળી રહે તે દિશામાં પ્રયાસો શરૂ કરાયા છે ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવામાં વિક્રમભાઈ નકુમની સાથે પાણી વિભાગના સુપર વાઇઝર દેહુરભાઈ ભરવાડ અને ટીમ સતત કાર્યરત થઈ છે હાલ ફિલ્ટર પ્લાન્ટને ટેસ્ટિંગ માટે શરૂ કરાયો છે અને આવતા દિવસોમાં લોકોને શુદ્ધ અને ઘર ઘર સુધી પાણી મળી રહે ઘર ઘર સુધી પાણી મળે તે માટેના આયોજનો શરૂ થયા છે હાલ ટેસ્ટિંગ બાબતોની કામગીરી શરૂ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here