સ્વ.રેવાભાઈ રાઘવભાઈ સોલંકીની ત્રીજી પુણ્યતિથિ નિમિતે ગુંદાળા ખાતે બટુક ભોજન કરાયું

હરેશ પવાર
સિહોરના ગુંદાળા વિસ્તારના સામાજિક કાર્યકર તરીકે લોકચાહના મેળવનાર તેમજ ગુંદાળા ખાતે અનેક રક્તકેમ્પ કરી રક્તદાતા તરીકે સેવાકીય ક્ષેત્રે નામના મેળવનાર સ્વ. રેવાભાઈ રાઘવભાઈ સોલંકી ની ત્રીજી પુણ્યતિથિ નિમિતે તેમના પરિવાર જનો દ્વારા ગુંદાળા વિસ્તારમાં રહેતા બાળકો માટે માતાજીના મઢ ખાતે બટુક ભોજનનું આયોજન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અહીં બટુકભોજન માં નગરપાલિકા ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ, વલ્લભભાઈ સોલંકી, ધનસુખભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here