વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે શનિસભાનું આયોજ

હરેશ પવાર
સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં દર શનિવારે શનિસભામાં વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે જુદી-જુદી સ્પર્ધાઓ અથવા ઇવેન્ટનું આયોજન થાય છે, ત્યારે આજે ધોરણ-૧૧,૧૨ (આર્ટ્સ,કોમર્સ) માં શનિસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં ધોરણ ૬ થી ૮ નાં વિષયશિક્ષક ચંદ્રેશભાઇ ભાટી દ્વારા સંગીતનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓને કિસાન દિવસ તેમજ શિયાળુ રમતોત્સવની જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રીતે શનિસભામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ તથા મનોરંજન મેળવ્યું હતું. આ શનિસભામાં વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here