છોકરા ની ચાલચલગત અને કામધંધો યોગ્ય ન હોવાથી માતાપિતા દિકરીને સમજાવી રહ્યા હતા

દર્શન જોશી
નાની જ ઉંમરમાં પ્રેમ પ્રકરણો માં ફસાઈ ગયેલી કેટલીય યુવતીઓ ને યોગ્ય સાચી દિશા રાજ્યની અભયમ સેવા દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીને મદદ કરવામાં આવેલી છે. આવો જ એક કિસ્સો મહુવા ગામની યુવતી સાથેનો હતો જેમાં યુવતી ને છેલ્લા ત્રણેક વર્ષથી તેમના જ જ્ઞાતિના એક છોકરા સાથે પ્રેમ હતો. જેને સમજાવવા માટે છોકરી ના પિતાએ ૧૮૧ અભયમ સેવામાં ફોન કરતા સિહોર ૧૮૧ અભયમ ની ટિમ ત્વરિત ત્યાં પહોંચી ગયેલ અને છોકરી તેમજ તેમના માતાપિતા નું કાઉસેન્લિંગ કરતા જાણવા મળેલ કે છોકરી તે છોકરા સિવાય અન્ય કોઈ સાથે લગ્ન કરવા માટેની ના પાડે છે. તે છોકરા સાથે જ લગ્ન કરવાની જીદ લઈને છોકરી બેઠી હતી. જ્યારે છોકરી ના માતાપિતા સાથે કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે આ વાતની જાણ તે છોકરા ને થતા.

તેઓ છોકરી ના પિતાને મારવા માટે આવેલ અને એ પછી આજ દિવસ સુધી કોઈ સમાધાન માટે આવેલ નથી. તથા છોકરો આઉટલાઈન છે અને તેના બધા મિત્રો દારૂનો ધંધો કરે છે. એટલે દિકરી ના તે છોકરા સાથે લગ્નની ના પાડે છે. આથી ૧૮૧ના કાઉન્સેલર દ્વારા છોકરી નું કાઉન્સેલિંગ કરીને સલાહ સૂચન આપીને તેમની સમક્ષ અનેક ઉદાહરણો દ્વારા તેમને વાત સમજાતવતા તેમને તેમની ભૂલ સમજાઈ હતી. સાથે જ તેમનું ધ્યાન હવે અભ્યાસ ક્ષેત્રમાં તેમજ મનગમતી એક્ટિવિટીમાં પોતાનું ધ્યાન ત્યાં આપવા જણાવ્યું હતું. જ્યારે પણ તેનું મન ભટકે તો કાઉન્સેલર દ્વારા ગમે ત્યારે મદદ માટે ફોન કરતા જણાવ્યું હતું. કાઉન્સેલિંગ બાદ છોકરી તેના માતાપિતાનું માનશે અને પોતાની કારકિર્દી બનાવવા ધ્યાન આપશે તેવુ જણાવેલ. આ કામમાં સિહોર ૧૮૧ અભયમ હેલ્પલાઈનના કાઉન્સેલર શિલ્પાબહેન, મહિલા કોન્સ્ટેબલ આરતીબા અને પાયલોટ પ્રકાશભાઈ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here