દેવરાજ બુધેલીયાને સમાજના જિલ્લા સંગઠનમાં ઉચ્ચ સ્થાન અપાયું, દેવરાજ અગાઉ ગૌચર જમીન મુદ્દે લડત આપી ચુક્યા છે


બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના દેવરાજ બુધેલીયાને સમાજ સંગઠન જિલ્લા માલધારી સેનામાં સ્થાન અપાયું છે રવિવારના રોજ સિહોર ખાતે ગુજરાત માલધારી સેના સંગઠનની એક બેઠક મળી હતી જેમાં ગૌચર જમીન મુદ્દે લડત આપનાર અગ્રણીઓના સન્માન સાથે જિલ્લાના દરેક તાલુકા મથક તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હોદ્દેદારોની નવી નિમણુંક આપવામાંનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિહોરના દેવરાજ બુધેલીયાને જિલ્લામાં સ્થાન અપાયું છે જિલ્લાના ઉ.પ્રમુખ તરીકે વરણી થતા ઉપસ્થિત સૌ અગ્રણી આગેવાનોએ આવકારી છે આમતો બુધેલીયા પરિવાર વર્ષોથી જાહેર જીવન સાથે જોડાયેલો છે દેવરાજના પિતા ભીમાભાઈ બુધેલીયા સિહોરના સર ગામે વર્ષો સુધી સરપંચ રહ્યા જ્યારે સિહોર નગરપાલિકા હાલમાં પોતાના બહેન વોર્ડમાંથી ચૂંટાયા છે અને નગરસેવક છે ત્યારે આ વરણીને લઈ દેવરાજે કહ્યું હતું ગૌચર મુદ્દે આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here