સિહોર સફાઈ કર્મીઓને કાયમી કરવાના મુદ્દે કોંગ્રેસ કેટલીક રજૂઆતો કરશે : અહીં બહેરા કાન અને આંખો આંધણી છે કોઈ સાંભળનારું નથી

પાલિકાના જાડી ચામડીના સત્તાધીશોને આવી રજૂઆતો કોઠે પડી ગઈ હોઈ તેવું લાગે છે, અહીં કોઈના જમીરો જીવતા નથી,

હરેશ પવાર
સિહોર ભાજપ શાસિત નગરપાલિકાનો ગોબરો કહી શકાય તેવો વહીવટ હવે લોકો માટે ત્રાહિમામ બની ગયો છે. સિહોરની પ્રજાની સમસ્યાઓ હોય કે પછી પાલિકાના કર્મચારીઓ ની ન્યાય માટેની વાત હોય. સિહોર નગરપાલિકા માં સફાઈ કર્મચારીઓ ને કાયમિક કરવાના મુદ્દાને લઈને નગરપાલિકા તંત્ર મચક આપી રહ્યું નથી. જેના દ્વારા શહેરની ગંદકી સ્વચ્છ રહે છે તેવા કર્મીઓ સાથે પણ શાસક પાલિકા પક્ષ હળહળતો અન્યાય કરી રહ્યું છે.સિહોર નગરપાલિકા ની શોષણ કરવાની ની નકારાત્મક નિતી ના લીધે સફાઇકમીઁ ને કાયમી કરવામા આવતા નથી.

આ મુદ્દે ઘણીવાર કોંગ્રેસ દવારા આવેદનપત્રો,રજુઆતો તેમજ કાયઁક્રમો આપેલા છે પણ નગરપાલિકા ની જાડી ચામડી પર અસર નહિ થવાથી અને નકારાત્મક જેમની તેમ રહેતા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા આજે પણ રજૂઆતો કરીને કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરી છે એકના એક મુદ્દે રજૂઆતો અને આવેદનો પણ કેટલા હોઈ કેમ કોઈ નિવાડો આવતો નથી અહીં કોઈ સાંભળનારું નથી આંખોમાં અંધાપો છે ત્યારે પાલિકાની સ્થિતિ દિવસે ને દિવસે વહીવટમાં કથળી રહી છે તે સૌ માટે ચિંતાજનક છે

બોક્સ…

ગુરૂવારે કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે ન્યાય યાત્રા યોજાશે

સિહોર નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવા માટે વર્ષોથી માંગ થઈ રહી છે જોકે તેનો ઉકેલ આવતો નથી અનેક વખતો રજૂઆતો આવેદનો પણ આજ સુધી એ પ્રશ્નનો ઉકેલ મળ્યો નથી આજે કોંગ્રેસે રજુઆત કરી ત્યારે હવે ગુરૂવારે દલિત અધિકાર મંચ દ્વારા ગુરૂવારે નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરોના સમર્થનમાં ન્યાય યાત્રાનું આયોજન થયું હોવાનું સૂત્રો કહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here